આફ્રિકામાં નિગ્રો જાતિના લોકો દ્વારા ભારતીયો પર હુમલાના મામલે ભરૂચ મુસ્લિમ સમાજે કલેકટરને કરી રજૂઆત
Contact News Publisher
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : આફ્રિકામાં નિગ્રો જાતિના લોકો દ્વારા ભારતીયો પર હુમલાના બનાવો વધી રહ્યા છે. જે પ્રશ્ને ભરૂચ મુસ્લિમ સમાજે, ભરૂચ કલેકટરને રજૂઆત કરી છે. રજુઆતમાં જણાવાયું છે કે નિગ્રો જાતિ દ્વારા ભારતીય મૂળના નાગરિકો પર આફ્રિકામાં બંદુકની અણીએ લૂંટ ચલાવા ની એક સપ્તાહમાં ત્રણ ઘટના બની છે. જેના CCTV ફૂટેેેજ સામે આવ્યા છે. એમણે ભારતીયોની સુરક્ષા અંગે સરકાર યોગ્ય ધ્યાન આપી કાર્યવાહી કરે તેવી માંગ કરી છે. રોજગારી અર્થે સાઉથ આફ્રિકામાં સ્થાયી થયેલ ભારતીઓ માટે આ રજૂઆત કરવામાં આવી છે.