GST સુપ્રિટેન્ડન્ટને માસિક ૧૨૫ સ્ક્રુટીનીના કેસનો નિકાલ કરવા આદેશ.
Contact News Publisher
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : કોરોનાની મહામારીને લીધે,સુરત શહેર-જિલ્લામાં તમામ ઓફીસ બંધ હોય અને લોકો બહાર નહીં નીકળી શકતા GST વિભાગની હિયરિંગ સહિતની ગણી કામગીરીમાં વિલંબ થયો છે. હવે પરિસ્થિતિ સુધરી રહી હોય GST અધિકારીઓને સ્ક્રુતિની સહિતની તમામ કામગીરી ઝડપથી પુરી કરવા સેન્ટ્રલ GST વિભાગ તરફથી તમામ સુપરિટેનડેન્ટને આદેશ આપવામાં આવ્યો છે. દર મહિને ૧૨૫ સ્ક્રુતિનીના કેસોનો નિકાલ કરવા જણાવાયું છે.