કોરોના મહામારી અંગે સરકારની ગાઇડલાઈનને અનુસરી પરીક્ષાનો પ્રારંભ કરાયો

0
IMG-20200911-WA0027
Contact News Publisher

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) :  સુરત જિલ્લાનાં માંગરોળ તાલુકાનાં વાંકલ ખાતે આવેલી શ્રી અટલબિહારી વાજપેયી સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજમાં ત્રીજા વર્ષનાં સ્નાતક કક્ષાના સેમેસ્ટર ૬ ની લેવામાં આવી હતી. ત્યારે કુલ ૩૩૯ માંથી ૩૩૫ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
વિદ્યાર્થીઓનું પરીક્ષાખંડમાં પ્રવેશતા પહેલા માસ્ક પહેરી થર્મલ ગનથી ચેકિંગ કરાયું હતું અને સોશિયલ ડિસ્ટન્સ જળવાઇ એ રીતે પ્રવેશ આપી પરીક્ષા શરૂ કરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી.કોલેજનાં સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને કડકપણે યુનિવર્સિટી દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકાનાં નિયમોનું પાલન કરાવવામાં આવ્યું હતું.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *