પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પીઢ કોંગ્રેસી નેતા સ્વ.રામજીભાઈ ગાવીતને શ્રદ્ધાંજલિ આપવા ડાંગ પધાર્યા
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ડાંગ જિલ્લા પંચાયતના માજી પ્રમુખ અને પીઢ કોંગ્રેસી નેતા એવા સ્વ.રામજીભાઈ ગાવીતને શ્રદ્ધાંજલિ આપવા ડાંગ પધાર્યા હતા.
ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા આજરોજ ડાંગ જિલ્લામાં ધાંગડી ખાતે રહેતા કોંગ્રેસી પીઢ નેતા રામજીભાઈ ગાંવીત ના બારમાં ની વિધિ હોય સ્વ.રામજીભાઇ ને શ્રધ્ધા સુમન અર્પણ કરી તેમના પરીવાર ને સાંત્વતના આપી હતી.બાદ માં આહવા ખાતે પ્રજા શક્તિ મોરચાના કાર્યકરો સાથે સરકીટ હાઉસ ખાતે બેઠક યોજી હતી. જેમાં આગામી દિવસોમાં ડાંગ ૧૭૩ વિધાનસભા ની પેટા ચૂંટણી ની રૂપરેખા નક્કી કરી રણનીતિ ઘડવા ચર્ચા કરવામાં આવી હતી. આગામી દિવસોમાં પેટા ચૂંટણીના પડઘમ વચ્ચે શંકરસિંહ વાઘેલા ની ડાંગ મુલાકાત થી રાજકીય માહોલ ગરમાયો છે.ત્યારે ડાંગ ૧૭૩ વિધાનસભા ચૂંટણીમાં કેવા સમીકરણો સર્જાય છે તે જોવું રહ્યું.આ શ્રધ્ધાંજલી કાર્યક્રમ પ્રસંગે માજી સાસંદ કાનજીભાઈ પટેલ બબલદાસ પટેલ અને શંકરસિંહ બાપુ ના નજીક ગણાતા કાર્યકર્તા સોહનસિંહ યાદવ ઉપસ્થિત રહ્યા હતા