માંગરોળના મોસાલી ખાતે DGVCL કચેરી-બાપુનગર તરફ જતો માર્ગ જર્જરીત
Contact News Publisher
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકાનાં મોસાલી ગામે માંગરોળ DGVCL ની કચેરી આવેલી છે.આજ વિસ્તારમાં નવીનગરી અને બાપુનગર જેવા રહેણાંક વિસ્તારો આવેલા છે.આ વિસ્તારમાં ૧૫૦ કરતા વધુ મકાનો આવેલા છે.સાથે જ મોસાલી વીજ સબસ્ટેશન અને વીજ કચેરી આવેલી હોય,અનેક વાહનો અને લોકોની અવર જવર રહે છે.આ વિસ્તારનો માર્ગ જર્જરીત હોય, પ્રજાજનો અને વાહનચાલકો હેરાન-પરેશાન થઈ જવા પામ્યા છે. ત્યારે આ માર્ગની મરામત કરાવવામાં આવે એવી માંગ કરવામાં આવી છે.DGVCL ની કચેરી આવેલી હોય આખા તાલુકાની પ્રજા વીજ પ્રશ્નોના કામે અવર-જવર કરે છે.