ગિરિમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં પડેલા સાંબેલાધાર વરસાદને પગલે ભારે ખાના ખરાબી સર્જાઈ

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ)  : ગિરિમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં શુક્રવારે રાત્રે પડેલા સાંબેલાધાર વરસાદને પગલે ભારે ખાના ખરાબી સર્જાઈ છે.
મળતી માહિતી મુજબ ગિરિમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં શુક્રવારે મોડી રાત્રે ભારે ગાજવીજ સાથે તૂટી પડેલા વરસાદ થી સાપુતારા ખાતે સરવર કોલોની અને પાણી પુરવઠા ની દીવાલ તૂટી પડી હતી, જ્યારે સાપુતારા માલેગામ ઘાટમાર્ગ વચ્ચે ઠેરઠેર ભેખડો,પથ્થરની શિલાઓ માર્ગ ઉપર ધસી પડી હતી. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે બૉરખલ ગાયખાસ વચ્ચેનું નાળુ તથા નાનાપાડા થી કુમારબંધ વચ્ચેના કોઝવેમાં ગાબડું પડ્યું હતું. આ સાથે જ અંબીકા અને ખાપરી નદીને અડી આવેલ ખેતરોમાં પૂરના પાણી ફરી વળતા ખેડૂતોને નુકસાન થયું હતું.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other