નર્મદા જિલ્લામાં નર્મદાના ઘોડાપૂરે સર્જેલી તબાહી : નર્મદાના ખેડૂતોનાં બેહાલ

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  જેમાં સૌથી વધારે કેળા અને કપાસના પાકને સૌથી વધુ નુકશાન થયું છે. જેમા નાંદોદ તાલુકાના સીસોદરા ધાનપોર, નવાપરા, નીકોલી, બંદરોજ ગામના ખેતરો પાણીમાં તરબોળ થઇ ગયા છે,CYCY તમામ કેળો નષ્ટ થઈ જવા પામી છે. માથે હાથ દઈને રડતા ખેડૂતોનુ કહેવુ છે કે કોરોનાના કહેર બાદ હવે અતિવૃષ્ટીનો માર પડયો છે. દેવુકરીને મહામૂલુ ખાતર, બિયારણ લાવીને ઉગાડેલો તૈયાર થયેલો પાક ધોવાઈ જતા અમારો પાક હવે નષ્ટ થઈ જતા અમે આર્થીક મુશ્કેલીમાં મૂકાઈ ગયા છીએ. ખેતીસિવાય જીવનનિર્વાહનું અમારી પાસે કોઈ સાધન નથી, તો હવે અમારે જીવવુ કેવી રીતે? સરકાર નુકશાનીનું વળતર આપે એવી માંગ કરી છે.
તો બીજી તરફ વીયરડેમની નજીકનું ગામ ગભાણા છે. આ ગામના ખેડૂતો કહે છે, અમારા ગામના ૯૦ ટકા ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. અમારો રોકડીયો પાક નષ્ટ થઈ ગયો છે. પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના વખતમા વીયર ડેમનુ પેકેજ જાહેર કર્યુ હતુ. પરંતુ ગભાણા ગામના ખેડૂતોને આજદીન સુધી આ પેકેજ મળ્યું નથી, ત્યારે આ વખતે નુકશાનીનું સર્વે કરાવી, તરત ખેડૂતોને વળતર મળે તેવી માંગ ખેડૂતો કરી રહયા છે. જ્યારે નાંદોદ તાલુકાના હજરપુરા ગામમાં પણ નર્મદાના પાણી ફરી વળતા ગામમાં ૨૦૦ એકર વિસ્તારની કેળો પાણીમાં ડૂબી ગઇ છે, ગામના જ ૬૦ થી ૭૦ જેટલા ખેડૂતોની કેળો પાણીમાં નષ્ટ થઇ ગઇ છે, હજરપૂરા ગામમા કેળના પાકને નુકશાન થયુ છે. જે લગભગ બસો એકર જેટલી જમીનનો સમાવેશ થાય છે. કેળો બરબાદ થઇ જતા વગભગ એક કરોડનુ નુંકશાન થયાનો અંદાજ છે.આ અંગે એપીએમસીના વાઈસ ચેરમેન અને નીકોલી ગામના ખેડૂત જયદેવસિંહ ગોહીલે જણાવ્યુ હતુ કે નાંદોદ તાલુકાના નવાપરા, નિકોલી, સીસોદરા અને કાંદરોજ ગામમાં પણ ૮૦૦થી વધુ એકરમા કેળના ખેતરોમાં પાણી ફરી વળતા કેળના પાકને કરોડોનું નુકશાન થયું છે. આ અંગે જિલ્લા ખેતીવાડી અધિકારી નિલેશ ભટટે જણાવ્યુ હતુ કે અમે હાલ નુકશાનીનો સર્વે કરી રહયા છે અને હજી સર્વે કરવાનું ચાલુ છે. જેમાં તિલકવાડા તાલુકામાં ૧૮ ગામોમાં ૫૦૧ હેકટરમાં નર્મદાના પાણી ફરીવળતા ખેતીના પાકને નુકશાન થયુ છે. જ્યારે દેડીયાપાડા તાલુકાના ૨૭ હેકટરમાં ૧૬ ગામોમાં નુકશાન થયું છે.
જ્યારે સૌથી વધારે નુકશાન નાંદોદ તાલુકામા ૨૩૨૫ હેક્ટરમાં ૪૫ ગામોમા નર્મદાના પાણી ફરી વળતા ખેતીના પાકને મોટું નુકશાન થયું છે, નર્મદામા અંદાજે ૩ હજારથી વધુ હેકટરમાં નુકશાન થયુ છે,જો વધુ પાણી છોડાય, તો આ આંકડા હજી વધી શકે છે.

 

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other