JEE અને NEETની પરીક્ષા લેવાના સરકારનાં નિણર્યનાં વિરોધ સાથે તાપી જિલ્લા કોંગ્રેસનું પ્રદર્શન
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લા કોગ્રેસ સમિતિ દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની સૂચના અનુસાર આજે સરકાર જે NEET તથા JEE પરીક્ષા લઇ કપરા કોરોના કાળમાં વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અને ભાવી સાથે ચેડા કરી રહી છે, એના વિરોધમાં વ્યારાના સેવા સદન ખાતે પૂર્વ કેન્દ્રીય મંત્રીની આગેવાનીમાં જિલ્લા સેવા સદન બહાર હાથમાં વિવિધ બેનરો લઇ દેખાવો કરી સરકારનાં નિર્ણયનો વિરોધ કરાયો હતો.
કોરોનાની મહામારી દેશ દુનીયામાં ઝડપથી ફેલાઈ રહી છે, ત્યારે આવા કપરા કાળમાં સરકાર દ્વારા નિટ અને જે ઇ ઇ ની પરીક્ષા લેવાની તૈયારીઓ કરી રહી છે, જેને પગલે દેશના ભવિષ્ય સમાં લાખો વિદ્યાર્થીઓ નો જીવ જોખમાય રહ્યો હોવાની વાતો સાથે પરીક્ષા રદ થવી જોઈએ તેવી માંગ સાથે સેવાસદન ના મુખ્ય દરવાજા અગાડી સરકાર વિરોધી બેનર અને વિવિધ માંગો સાથે તાપી જિલ્લા કોંગ્રેસ દ્વારા પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો.તુષાર ચૌધરી, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિતના આગેવાનોની હાજરીમાં વિરોધ કર્યો હતો.