સોનગઢ પોલીસ સ્ટેશનનો ચેન સ્નેચીંગનો અનડિટેકટ ગુનો ડિટેક્ટ કરતી વ્યારા પોલીસ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : પોલીસ અધિક્ષકશ્રી તાપી – વ્યારા નાઓએ તાપી જીલ્લામાં મત્તા મિલ્કત સબંધી બનતા ગુનાઓ અટકાવવા તથા તથા અન ડિટેકટ ગુનાઓ શોધી કાઢવા આપેલ સુચના તથા શ્રી આર.એલ. માવાણી નાયબ પોલીસ અધિક્ષક વ્યારા વિભાગ વ્યારાનાઓએ આપેલ માર્ગદર્શન આધારે શ્રી આર.એસ. પટેલ પોલીસ ઇન્સપેકટર વ્યારા પોલીસ સ્ટેશનનાઓની આગેવાનીમાં અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. તા . ૧૩/૦૮/૨૦૨૦ ના રોજ શ્રી આર. એસ. પટેલ પોલીસ ઇનસ્પેકટર વ્યારા પોલીસ સ્ટેશન તથા સ્ટાફના માણસો હે.કો. નવરાજસિંહ જોરસિંહ તથા પો.કોન્સ વિજયભાઇ બબાભાઇ તથા પો.કો બ્રિજરાજસિંહ રસિકસિંહ તથા પો.કો. એમ્યુઅલભાઇ મનહરભાઇ નાઓ સરકારી તથા ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા, તે દરમ્યાન હે.કો. નવરાજસિંહ જોરસિહ નાઓને મળેલ બાતમી આધારે મૌજે કણજા ફાટક માલીવાડ પાસેથી સોનગઢ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૮૨૪૦૦૪૨૦૦૭૪૮/૨૦૨૦ ઇ.પી.કો. કલમ -૩૭૯ ( એ ) ( ૩ ) મુજબના ગુનાના આરોપી અશ્વિનભાઇ ઉર્ફે ડેબો નવીનભાઇ ગામીત રહેવાસી- ઇન્દુ ગામ તા.વ્યારા જી.તાપી નાને ગુનામાં ઉપયોગ કરેલ એકટીવા મો.સા. નં . GJ – 26 – L – 4577 તથા અંગ ઝડતીમાંથી મળી આવેલ સોનાની ચેન- ૧૧.૭૧૦ ગ્રામની કબજે કરી આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આરોપી તથા મળેલ મુદ્દામાલ સોનગઢ પોલીસ સ્ટેશનનાઓને સોપેલ છે.
આમ વ્યારા પોલીસે સોનગઢ પોલીસ સ્ટેશનનો ચેન સ્નેચીંગનો અન ડિટેકટ ગુનો ડિટેક્ટ કરી વ્યારા પોલીસે પ્રસંશનીય કામગીરી કરેલ છે.