તાપી જીલ્લામાં સોનગઢનાં યુવકને કોરોના ભરખી ગયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): તાપી જીલ્લામાં આજરોજ વધુ એક કોરોના પોઝિટિવ દર્દીનું સારવાર દરમ્યાન મોત થયું છે. જેની સાથે જિલ્લામાં કુલ 14 કોરોના પોઝિટિવ દર્દીઓ મૃૃત્યુ પામ્યા છે. જેમા વ્યારા તાલુકામાં 6 મોત, સોનગઢ તાલુકામાં 6 મોત, વાલોડ તાલુકામાં 1 મોત, ઉચ્છલ તાલુકામાં 1 મોત થયા છે.
આજરોજ વ્યારાની કોવિડ-૧૯ ડેડીકેટેડ જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે દર્દી ઉંમર-૪૯ વર્ષ; પુરુષ રહેવાસી – ગણેશ નગર તા- સોનગઢ, જિલ્લા- તાપી તા- ૦૮-૦૮-૨૦૨૦ ના રોજ દાખલ કરેલ. જેમને ન્યુમોનિયાના ચિહ્નો જણાયેલ હતા. સાથે કોવિડ -૧૯નો રીપોર્ટ પણ પોઝિટિવ હતો. જે આજ રોજ તા-૧3-૦૮-૨૦૨૦ ના રોજ રાત્રે ૧૧:૦૦ વાગે અવસાન પામેલ છે. અવસાન નું મુખ્ય કારણ ટ્યુબર કયુલોસિસ અને હ્યુમન ઇમ્યુનો ડેફિસીયન્સી વાયરસ ઈંફેક્શનના કારણે એક્યુટ રેસ્પાયરેટરિ ફેઇલર સાથે હાયપોવોલીમિક શોક્ સાથે સિવિયર એનિમીયા સાથે કોવિડ-૧૯ ડિસીઝ હૉઈ શકે છે.