તાપી જીલ્લામાં આજરોજ વધુ એક કોરોના પોઝિટિવ દર્દીનું મોત

પ્રતિકાત્મક તસ્વીર

Contact News Publisher

પ્રતિનિધિ દ્વારા, વ્યારા): તાપી જીલ્લામાં આજરોજ વધુ એક કોરોના પોઝિટિવ દર્દીનું સારવાર દરમ્યાન મોત થયું છે. જેની સાથે જિલ્લામાં કુલ 11 કોરોના પોઝિટિવ દર્દીઓ મૃૃત્યુ પામ્યા છે. જેમા સોનગઢ તાલુકામાં 4 મોત, વાલોડ તાલુકામાં 1 મોત તેમજ વ્યારા તાલુકામાં સૌથી વધુ 6 મોત થયા છે.

આજરોજ વ્યારાની અત્રેની કોવિડ-૧૯ ડેડીકેટેડ જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે પુરુષ દર્દી ઉંમર-૪૦ વર્ષ; પુરુષ રહેવાસી – ગુણસદા, તા- સોનગઢ, જિલ્લા- તાપી તા-૦૮-૦૮-૨૦૨૦ ના રોજ દાખલ કરેલ. જેમને ન્યુમોનિયાના ચિહ્નો જણાયેલ હતા. સાથે કોવિદ-૧૯ નો રીપોર્ટ પણ પોસીટીવ હતો. જે આજ રોજ તા-૧૦-૦૮-૨૦૨૦ ના રોજ સવારે ૧૧:00 વાગે અવસાન પામેલ છે. અવસાનનું મુખ્ય કારણ સદન કાર્ડિઓ રેસ્પાયરેટરિ અરેસ્ટ – એક્યુટ રેસ્પાયરેટરિ ફેઇલર સાથે સિવિયર ન્યુમોનિયા સાથે કોવિડ-૧૯ ડિસીઝ હૉઈ શકે છે. એવી માહિતી ડો.નૈતિક ચૌધરી દ્વારા આપવામાં આવી છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *