જન્મદિવસે જ જરૂરિયાતમંદ કોવિડ દર્દીઓને પ્લાઝમા દાન સ્વરૂપે ‘બર્થ ડે રિર્ટન ગિફ્ટ’ આપતા અંકિત નાયક

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસની ઉમંગભરી ઉજવણી પરિવાર, મિત્રો સાથે મળીની કેક કાપીને કરતા હોય છે. ત્યારે તા.૦૮મી ઓગસ્ટના રોજ પોતાના જન્મદિને પ્લાઝમા ડોનેટ કરી સુરતના પ્લાઝમા ડોનર અંકિતભાઈ નાયકે જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી સમાજ માટે પ્રેરણાદાયી પહેલ કરી છે. કોરોના સંકટ સમયે સેવાકીય પ્રવૃત્તિ કરતાં કરતાં અંકિતભાઈ કોરોનાગ્રસ્ત બન્યાં હતાં. ૨૫ દિવસ હોમ આઇસોલેશનમાં રહી કોરોનાને મ્હાત આપી. સ્વસ્થ થયા બાદ તેમણે ૮મીએ પોતાનો જન્મદિવસ આવતો હોવાથી તેમણે જન્મદિને જ પ્લાઝમા દાન કરી બે દર્દીઓના જીવન બચાવવામાં નિમિત્ત બનવાનો સંકલ્પ કર્યો હતો. પાંચ બહેનોના સ્નેહ, માતા અને ધર્મપત્નીની પ્રેરણાથી અંકિતભાઈએ આ સંકલ્પને સાકાર કરતાં જન્મદિવસે જ જરૂરિયાતમંદ કોવિડ દર્દીઓને પ્લાઝમા ડોનેટ કરી ‘બર્થ ડે રિર્ટન ગિફ્ટ’ આપી હતી.
અંકિતભાઈએ જણાવ્યું હતું કે, એપ્રિલ મહિનામાં લોકડાઉન થયું, ત્યારથી ઉધના ગામના ભીડભંજન મહાદેવ મંદિરની ટીમ સાથે મળી અનેક વિસ્તારોમાં ફરી લગભગ ૩૫,૦૦૦ ફુડ પેકેટનું વિતરણ કર્યું હતું. સાથે ઉધના વિસ્તારની આશરે ૨૦ જેટલી સોસાયટીઓમાં DGVCL, પોલીસ સ્ટેશન, બેંક જેવી સરકારી ઓફિસ મળી લગભગ ૩૫૦૦ જેટલા પરિવારોને હોમોયોપેથિક દવા આર્સેનિક આલ્બ-૩૦નું વિતરણ કર્યું એ દરમિયાન મને કોરોના ઇન્ફેકશન લાગ્યું હતી, અંકિત નાયકને શુભેચ્છા પાઠવવા સી.આર.પાટીલ, ધારાસભ્ય વી.ડી.ઝાલાવડિયા અને વિવેક પટેલ, ગુજરાત નર્સિંગ કાઉન્સીલનાં પ્રમુખશ્રી ઈકબાલ કડીવાલા ઉપસ્થિત રહ્યા હતાં.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other