GIPCL રચિત દીપ ટ્રસ્ટ દ્વારા, માંગરોળ સામૂહિક આરોગ્ય કેન્દ્ર, અને રેફરલ હોસ્પીટલમાં તબીબી સેવાની વિઝિટમાં વધારો કરવામાં આવ્યો
પ્રતિકાત્મક તસ્વીર
Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકાનાં નાની નરોલી ગામે કાર્યરત GIPCL. કંપની રચિત દીપ ટ્રસ્ટ તરફથી તાલુકા મથક માંગરોળ ખાતે આવેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર, અને રેફરલ હોસ્પિટલમાં ડો. જશવંત ટી સુથાર (સ્ત્રી રોગ નિષ્ણાંત), દર સોમવાર અને શુક્રવારના રોજ અઠવાડિયામાં કુલ ૨ વીઝીટની સેવા તથા ડો. રાજદીપસિંહ એમ. વસિયા (ફિઝીશિયન), દ્વારા પ્રતિ માસ દર મંગળવાર, ગુરુવાર અને શનિવાર મળીને અઠવાડિયામાં કુલ 3 વીઝીટની સેવા ફિઝીશિયન દ્વારા આપવામાં આવશે. આ સેવા માટે તબીબીનો OPD સમય સવારે ૮ થી ૧૧ દરમ્યાનનો રહેશે. આ સેવાઓ દરેક લાભાર્થીને વિનામૂલ્યે આપવામાં આવશે. તબીબી માટે વીઝીટની ફી દીપ ટ્રસ્ટ તરફથી ચૂકવવામાં આવશે. આ સેવાનો લાભ લેવા માટે જાહેર જનતાને દીપ ટ્રસ્ટનાં CEO. નરેન્દ્રભાઈ પરમારે જણાવ્યું છે.
