સુમુલ ડેરીની ૧૪ બેઠકો માટે મતદાન સપન્ન : સરેરાશ ૯૮ ટકા મતદાન : માંગરોળ નું ૯૬ ટકા મતદાન થયું

0
20200807_190226
Contact News Publisher

(નઝીર પાંડોર-માંગરોળ)  : આજે તારીખ ૭ મી ઓગષ્ટનાં રોજ સુમુલ ડેરીની કુલ ૧૬ બેઠકમાંથી બે બેઠકો બિનહરીફ થઈ હતી જેથી આજે ૧૪ બેઠકો માટે મતદાન કરવામાં આવ્યું હતું.
જે ૧૪ બેઠકો છે એમાં કામરેજ, માંગરોળ, ઓલપાડ, ચોર્યાસી, બારડોલી, માંડવી, મહુવા, વાલોડ, કુકરમુંડા, નિઝર, ઉછલ, સોનગઢ, વ્યારા, ડોલવણનો સમાવેશ થાય છે. માંગરોળ બેઠક ઉપર ૯૬ ટકા મતદાન થયું છે, જ્યારે કુલ ૧૪ બેઠકો ઉપર સરેરાશ ૯૮ ટકા મતદાન થવા પામ્યું છે. માંગરોળ બેઠક માટે માંગરોળ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની ઇમારતમાં મતદાન કેન્દ્ર ઉભું કરવામાં આવ્યું હતું. માંગરોળ બેઠક પર વર્તમાન પ્રમુખ રાજુભાઇ પાઠક અને એમની સામે રાકેશભાઈ સોલંકી એ ઉમેદવારી નોંધાવી હતી જો કે પાછળ થી આ બેઠક ઉપર સમાધાન સધાયું હતું. માંગરોળ તાલુકાનાં કુલ ૭૬ મતદારોમાંથી ૭૩ મતદારોએ મતદાન કર્યું હતું. હવે આગામી તારીખ ૯ મી ઓગષ્ટનાં રોજ મત ગણતરી કરવામાં આવનાર છે.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *