માંગરોળ : તાલુકામાંથી પસાર થતી નહેરમાંથી અજાણી મહિલાની લાશ નજરે પડતાં તરવૈયાએ બહાર કાઢી પોલીસને જાણ કરી
Contact News Publisher
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકામાંથી કનવાડા ગામ નજીકથી ઉકાઈ – કાકરાપાર ની મુખ્ય કેનાલ પસાર થાય છે, આજે તારીખ ૨૦ મી જુલાઈના સાંજના સમયે આ નહેર મોસાલી થી કોસંબા જતાં રાજ્યધોરીમાર્ગ પર કનવાડા ગામે બ્રીજ બનાવવામાં આવ્યો છે. આ બ્રીજ ઉપર કોસાડી ગામનાં કેટલાક નવ યુવાનો બેઠા હતા, આ યુવાનોની એકા એક નહેરનાં પાણીમાં નજર પડતાં નહેરનાં પાણીમાં એક મહિલાની લાશ તણાઈ રહી હતી. જેથી આ યુવાનોમાંથી એક યુવાન તરવેયો હોય એણે નહેરનાં પાણીમાં છલાગ મારી પાણીમાં તરતી લાશને પકડી નહેરની બહાર કાઢી લીધી હતી. ત્યારબાદ આ અંગેની જાણ માંગરોળ પોલીસને જાણ કરતાં પોલીસ ઘટનાં સ્થળે આવી પોહચી હતી અને લાશનો કબજો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.