વ્યારા શહેર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ

0
20200716_180201
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વ્યારા શહેર વિશ્વ હિન્દુ પરિષદ સેવા વિભાગ દ્વારા કોરોનાની મહામારી સામે લડવા લોકોની રોગ પ્રતીકર શક્તિ વધે તે હેતુથી વ્યારા ખાતે આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતુ. આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વ્યારાનાં વિવિધ વિસ્તારો જેવા કે, ફડકે નિવાસ, ટેકરા ઉપર, કિલ્લા પાસે, કણજા ફાટક પાસે, દત્ત કૃપા સોસાયટી, ટાંકી પાસે, જલારામ મંદિર વિસ્તાર અને એમ.બી. પાર્ક સોસાયટી, ચીખલી રોડ ખાતે વિતરણ કર્યું હતું. જેનો સ્થાનિક રહેવાસીઓ ઉપરાંત રાહદારી, વાહન ચાલકોએ પણ આયુર્વેદિક ઉકાળાનો લાભ લઇ વિશ્વ હિન્દુ પરિષદની સેવા પ્રવૃત્તિની સરાહના કરી હતી.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other