વન વિભાગને મળેલી સફળતા : ખેડપુર ગામની સીમમાં પીંજરૂ ગોઠવતાં દીપડો પુરાયો : શેરડીના ખેતરમાં દીપડો દેખાતાં વન વિભાગે પાંજરૂ ગોઠવ્યું હતું
Contact News Publisher
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : દક્ષિણ રેન્જના પીપલવાડા રાઉન્ડનાં બેડધા બીટ વિસ્તારમાં ખેડપુર ગામનાં ખેડૂત દેવાયત હરદાસ ભારવાડીયા એ વન વિભાગને અરજી કરી જણાવ્યું કે ખેડપુરગામની સીમમાં આવેલ શેરડીના ખેતરમાં દીપડો નજરે પડી રહયો છે, આ અરજીને ધ્યાનમાં લઈ વન વિભાગે મારણ સાથે પાંજરૂ ગોઠવતાં ગત રાત્રીનાં અગિયાર વાગ્યાની આસપાસ એક દીપડો ખોરાકની શોધમાં પાંજરે પુરાઈ ગયો હતો, આ દીપડો આશરે ત્રણ વર્ષ નો છે, આ દીપડાને જગલમાં છોડવામાં આવ્યો છે.