કપીરાજનો માંગરોળ પંથકમાં આતંક : ગ્રામપંચાયતે વન વિભાગને જાણ કરી પાંજરૂ ગોઠવ્યું : છેલ્લા કેટલાંક દિવસોથી કપીરાજ પ્રજાજનોને હેરાન-પરેશાન કરી રહ્યો છે
Contact News Publisher
( નઝીર પાંડોર દ્વારા, માંગરોળ ) : તાલુકા મથક માંગરોળ ખાતે છેલ્લા કેટલાંક દિવસોથી એક કપીરાજ ગ્રામજનોને હેરાન પરેશાન કરી રહ્યો છે, લોકોનાં ઘરોમાં ઘૂસી જઈ ખાવાની વસ્તુઓ લઈને ભાગી જાય છે, તેવી જ રીતે મોટરસાયકાલ ની અંદર ચાવી હોય તો ચાવી કાઢીને ભાગી જાય છે, જો કોઈ એકલ ડોકલ નાના ભૂલકા જતાં હોય તેની પાછળ દોડે છે,દુકાનોની બહાર લટકાવેલ વેફરના પેકેટો કે શાકભાજી અને ફ્રૂટની લારી પરથી પણ ખાવાની ચીજ વસ્તુ લઈને ભાગી છૂટે છે, એની સામે થનારની સામે થઈ જઈ પાછળ દોડે છે , આમ દિવસે દિવસે કપીરાજની હેરાન કરવાની પ્રવૃત્તિ વધી જતાં પ્રજાજનોએ આ પ્રશ્ને ગ્રામ પંચાયતમાં ફરિયાદ કરતા સરપંચ નિકેશકુમાર વસાવા એ આ અંગે વન વિભાગને જાણ કરતાં વનવિભાગે, કપીરાજને પકડવા માટે પાંજરૂ ગોઠવ્યું છે.
