આરોગ્ય મંત્રીશ્રી પ્રફુલ પાનશેરીયાના તાપી પ્રવાસનો બીજો દિવસ

0
આરોગ્ય મંત્રીશ્રી પ્રફુલ પાનશેરીયાના તાપી પ્રવાસનો બીજો દિવસ   આરોગ્ય મંત્રીશ્રી પ્રફુલ પાનશેરીયાના તાપી પ્રવાસનો બીજો દિવસ
Contact News Publisher

આરોગ્ય મંત્રીશ્રીએ જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરી સહિત ઉચ્ચ અને સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી

 

વિવિધ વિભાગોની કામગીરી, વિકાસકાર્યો અને યોજનાકીય લાભોની સમીક્ષા કરી અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપતા આરોગ્ય મંત્રીશ્રી પ્રફુલ પાનશેરીયા

 

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૮ :- આરોગ્ય મંત્રીશ્રી પ્રફુલ પાનશેરીયાએ તાપી જિલ્લાના પ્રવાસના બીજા દિવસે વ્યારા વિધાનસભા વિસ્તારના પડતર તથા પ્રગતિ હેઠળના વિવિધ વિકાસપ્રકલ્પોની પ્રત્યક્ષ મુલાકાત લીધા બાદ જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરી સહિત જિલ્લાના ઉચ્ચ અને સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે સમીક્ષા બેઠક યોજી હતી.

 

સમીક્ષા બેઠકમાં જિલ્લામાં, ખાસ કરીને વ્યારા વિધાનસભા મતવિસ્તારમાં ચાલી રહેલા વિવિધ વિકાસકાર્યોની પ્રગતિ, વિવિધ વિભાગોની કામગીરી તેમજ સરકારી યોજનાઓના લાભો અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.

 

મંત્રીશ્રીએ પ્રજાલક્ષી યોજનાઓના સુચારૂ અમલીકરણ માટે વિવિધ વિભાગો વચ્ચે પરસ્પર સંકલન જાળવવા, કામગીરીમાં સમયબદ્ધતા લાવવા તેમજ જવાબદારી સુનિશ્ચિત કરવા અંગે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપ્યાં હતાં.

 

આ પ્રસંગે મંત્રીશ્રીએ પીવાના પાણી, લાઈબ્રેરી સહિત જિલ્લા તથા વિધાનસભા મતવિસ્તાર હેઠળના વિવિધ વિભાગોની કામગીરી અંગે ઝીણવટભરી સમીક્ષા કરી હતી.

 

આ મુલાકાત પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ચંચળબેન ચૌધરી, સાંસદશ્રી પ્રભુભાઈ વસાવા, ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણી, અગ્રણીશ્રીઓ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ સિસલે, જિલ્લા પોલીસ વડાશ્રી જે.એન. દેસાઈ સહિત સંબંધિત વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

○○○

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *