આરોગ્ય મંત્રીશ્રી પ્રફુલ પાનશેરીયાએ ડોલવણ તાલુકાના વિનોબા આશ્રમ શાળા, ગડતની મુલાકાત લીધી

0
આરોગ્ય મંત્રીશ્રી પ્રફુલ પાનશેરીયાએ ડોલવણ તાલુકાના વિનોબા આશ્રમ શાળા, ગડતની મુલાકાત લીધી
Contact News Publisher

મંત્રીશ્રીએ વિદ્યાર્થીઓ સાથે પંગતમાં બેસી ભોજન ગ્રહણ કરી સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો

 

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. ૨૮ :- આરોગ્ય મંત્રીશ્રી પ્રફુલ પાનશેરીયાએ પોતાના તાપી જિલ્લાના પ્રવાસના બીજા દિવસે ડોલવણ તાલુકાના ગ્રામ સેવા સમાજ વ્યારા સંચાલિત વિનોબા આશ્રમ શાળા, ગડતની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

 

આ મુલાકાત દરમિયાન મંત્રીશ્રીએ શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા સમસ્ત શાળા પરિવાર સાથે અત્યંત સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો હતો.

 

આ પ્રસંગે મંત્રીશ્રીએ સાદગી અને સંવેદનશીલતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા વિદ્યાર્થીઓ સાથે બેસીને ભોજન ગ્રહણ કર્યું હતું.

 

ભોજન દરમિયાન અને ત્યારબાદ તેમણે બાળકો સાથે આત્મીયતાપૂર્વક ચર્ચા કરીને તેમના અભ્યાસ, શાળાની પ્રવૃત્તિઓ અને ભવિષ્યના લક્ષ્યો વિશે જાણકારી મેળવી હતી તેમજ તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રોત્સાહિત કર્યા હતા.

 

મંત્રીશ્રીની આ મુલાકાતથી શાળા પરિવાર અને વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

 

આ તકે સાંસદશ્રી પ્રભુભાઈ વસાવા, ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણી સહિત હોદ્દેદારો, આગેવાનો, અધિકારીઓ, શાળા પરિવાર અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

○○○

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *