મહેસૂલ રાજ્યમંત્રીશ્રીનો માંડવી વિધાનસભા પ્રવાસ

0
મહેસૂલ રાજ્યમંત્રીશ્રીનો માંડવી વિધાનસભા પ્રવાસ
Contact News Publisher

તાપી જિલ્લાના ઉકાઈ ખાતે પ્રગતિશીલ મહિલાઓ અને સખી મંડળની બહેનો સાથે મહેસૂલ રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાએ સંવાદ સાધ્યો

——–

કૃષિ સહકાર, પશુપાલન, સ્વસહાય જૂથ અને વનધન કેન્દ્રોમાં આત્મનિર્ભર બનેલી મહિલાઓની કામગીરીને મંત્રીશ્રીએ બિરદાવી

——–

મહિલા સશક્તિકરણ થકી ગ્રામીણ અર્થતંત્રને વેગ સાથે સરકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવા માર્ગદર્શન આપ્યું

——–

ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી પ્રાકૃતિક બજાર મેળાને ખૂલ્લો મૂકતા મહેસૂલ મંત્રી

——–

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૮.  માંડવી વિધાનસભા મતવિસ્તારના પ્રવાસના દ્રિતીય દિવસે તાપી જિલ્લાના ઉકાઈના ફિશરીઝ રિસર્ચ સેન્ટર ખાતે મહેસૂલ રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાએ કૃષિ, સહકાર અને પશુપાલન ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પ્રગતિશીલ મહિલાઓ, સખીમંડળ, સ્વસહાય જૂથ અને વનધન કેન્દ્રો જેવા ક્ષેત્રોમાં અગ્રેસર મહિલાઓ સાથે બેઠક કરી સંવાદ સાધ્યો હતો. મહિલાઓએ પોતાની સફળતાની ગાથા અને રજૂઆતો મંત્રીશ્રી સમક્ષ રજૂ કર્યા હતા.

મહાનુભાવોએ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરીને ઉકાઈ ખાતે પ્રાકૃતિક બજાર મેળાને ખુલ્લો મૂક્યો હતો.

મંત્રીશ્રીએ ગ્રામીણ મહિલાઓની મહેનત અને ઉદ્યોગસાહસિકતાની સરાહના કરતાં જણાવ્યું હતું કે, સખી મંડળો, પશુપાલન અને વનધન કેન્દ્રોના માધ્યમથી આદિવાસી અને ગ્રામ્ય વિસ્તારની બહેનો આજે પરિવારની આર્થિક કરોડરજ્જુ બની છે. તેમણે મહિલાઓના ઉત્પાદનોના બજાર વ્યવસ્થાપન અને સરકારની વિવિધ મહિલાલક્ષી કલ્યાણકારી યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

મંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, આપણી સંસ્કૃતિમાં મહિલાઓને હંમેશા સર્વોચ્ચ સન્માન મળ્યું છે. દેશના સર્વોચ્ચ બંધારણીય પદ પર આદિવાસી સમાજમાંથી આવતા મહિલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીનું બિરાજમાન થવું એ મહિલા સન્માનનું ઉત્તમ ઉદાહરણ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં નગરપાલિકાઓમાં મહિલાઓ માટે ૫૦ ટકા અનામતની વ્યવસ્થા બાદ હવે સમગ્ર દેશમાં સંસદમાં મહિલાઓને ૩૩ ટકા અનામત આપવાની દિશામાં નક્કર પ્રયાસો થઈ રહ્યા છે.

યોગ્ય તક મળે તો બહેનો દરેક ક્ષેત્રમાં આગળ વધીને શ્રેષ્ઠ કામગીરી કરી શકે છે. આ જ વિચારધારા સાથે દીકરીઓ અને મહિલાઓના શિક્ષણ, આર્થિક ઉત્થાન અને કલ્યાણ માટે વિદ્યાલક્ષ્મી, નમો લક્ષ્મી, નમો સરસ્વતી અને કુંવરબાઈનું મામેરું જેવી લોકકલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જે રાજ્ય અને દેશના વિકાસને નવી દિશા આપી રહી છે એમ તેમણે કહ્યું હતું.

ધારાસભ્ય કુંવરજીભાઇ હળપતિએ જણાવ્યું હતું કે, રાજ્યમાં સુદ્રઢ સુરક્ષા અને સરકારની વિવિધ યોજનાઓને કારણે બહેનો ઘરમાંથી બહાર નીકળી સ્વતંત્ર રીતે વ્યવસાય કરી શકે છે. ગુજરાત રોજગારી આપવામાં અગ્રેસર બન્યું છે, તેમણે ૨૦૧૪ બાદ અમલમાં મુકાયેલી યોજનાઓ, મુદ્રા યોજના હેઠળ મળતી લોન તેમજ સખી મંડળની બહેનોને મળતી નાણાકીય સહાય દ્વારા મહિલાઓના આર્થિક સશક્તિકરણ સાથે તેઓ પગભર થઈ છે.

આ પ્રસંગે કામધેનુ યુનિવર્સિટીના ડો. સ્મિત લેન્ડે, જિ.પં.ઉપપ્રમુખ અશોકભાઈ ગામીત, પ્રભારી વિનોદભાઈ, મહામંત્રી વિજય વસાવા, નિખિલભાઈ શેઠ, જગદીશભાઈ પારેખ, તાપી જિલ્લા સંગઠન હોદ્દેદારો, સરપંચો, મામલતદાર, સ્થાનિક મહિલા આગેવાનો અને મોટી સંખ્યામાં સ્વસહાય જૂથની બહેનો ઉપસ્થિત રહી હતી.

○○○

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *