તાપી જિલ્લામાં મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા અંતર્ગત સતત ત્રણ રવિવારે ખાસ ઝુંબેશ યોજાશે

0
તાપી જિલ્લામાં મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા અંતર્ગત સતત ત્રણ રવિવારે ખાસ ઝુંબેશ યોજાશે
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૫. :- ભારતના ચૂંટણી પંચ તથા મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની સૂચના અનુસાર તા. ૦૧/૦૧/૨૦૨૭ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણાનો કાર્યક્રમ જાહેર કરાયો છે. જે અંતર્ગત તાપી જિલ્લાની તમામ જાહેર જનતા માટે તા. ૨૭/૧૧/૨૦૨૬ થી તા. ૨૬/૧૨/૨૦૨૬ સુધીના સમયગાળા દરમિયાન મતદારયાદી સંબંધિત હક્ક-દાવા અને વાંધા અરજીઓ સ્વીકારવામાં આવશે.

 

મતદારયાદી સુધારણાની આ કામગીરીમાં કોઈ પણ લાયક નાગરિક મતદાર તરીકે નોંધણીથી વંચિત ન રહી જાય તેવા ઉમદા હેતુથી ખાસ ઝુંબેશનું આયોજન કરાશે. આ ઝુંબેશ અંતર્ગત તા. ૨૯/૧૧/૨૦૨૬ (રવિવાર), તા. ૦૬/૧૨/૨૦૨૬ (રવિવાર) અને તા. ૧૩/૧૨/૨૦૨૬ (રવિવાર)ના રોજ સવારે ૧૦:૦૦ થી સાંજે ૫:૦૦ કલાક સુધી જિલ્લાના તમામ મતદાન મથકો પર બુથ લેવલ ઓફિસરશ્રી દ્વારા હક્ક-દાવા અને વાંધા અરજીઓ સ્વીકારવામાં આવશે.

 

આ ઉપરાંત, તા. ૦૧/૦૧/૨૦૨૭ના રોજ ૧૮ વર્ષ પૂર્ણ કરતા યુવા મતદારો તેમજ વર્ષ ૨૦૨૭ની આગામી ત્રણ લાયકાતની તારીખો (તા. ૦૧/૦૪/૨૦૨૭, તા. ૦૧/૦૭/૨૦૨૭ અને તા. ૦૧/૧૦/૨૦૨૭)ના સંદર્ભમાં લાયક થનાર ભાવિ મતદારો પાસેથી પણ એડવાન્સ અરજીઓ (ફોર્મ નં. ૬) સ્વીકારવામાં આવશે.

 

જિલ્લામાં સ્થળાંતરિત, વંચિત અને હાંસિયામાં ધકેલાયેલા વર્ગના નાગરિકોને મતદાર નોંધણીમાં યોગ્ય માર્ગદર્શન અને સહાય મળી રહે તે માટે જિલ્લા કક્ષાએ તથા વિધાનસભા મતવિભાગ કક્ષાએ હેલ્પ ડેસ્ક કાર્યરત કરવામાં આવ્યા છે. નાગરિકો વધુ માહિતી અને સહાય માટે જિલ્લા કોન્ટેક્ટ સેન્ટર (કલેક્ટર કચેરી તાપી-વ્યારા: ૦૨૬૨૬-૨૨૫૯૩૫), પ્રાંત કચેરી વ્યારા (૦૨૬૨૬-૨૨૦૫૫૧), પ્રાંત કચેરી નિઝર (૦૨૬૨૮-૨૯૯૧૦૧) તેમજ મામલતદાર કચેરી વ્યારા (૦૨૬૨૬-૨૨૦૦૧૨), ડોલવણ (૦૨૬૨૬-૨૫૧૦૧૨), સોનગઢ (૦૨૬૨૪-૨૨૨૦૨૩), ઉચ્છલ (૦૨૬૨૮-૨૩૧૧૦૫), નિઝર (૦૨૬૨૮-૨૯૯૫૧૪) અને કુકરમુંડા (૦૨૬૨૮-૨૨૩૩૨૪) નો સંપર્ક સાધી શકે છે. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, તાપી-વ્યારા દ્વારા તમામ લાયક નાગરિકો અને યુવા મતદારોને આ ખાસ ઝુંબેશનો લાભ લઈ પોતાનું નામ મતદારયાદીમાં નોંધાવવા અખબારી યાદીના માધ્યમથી અનુરોધ કરાયો છે.

○○○

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *