તાપીના ઈ.ચા. કલેકટરશ્રી સ્વપ્નિલ સિસલેના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ

0
તાપી કલેકટરશ્રી સ્વપ્નિલ સિસલેના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ
Contact News Publisher

 (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. ૨૧ : તાપી જિલ્લા ઈ.ચા. કલેકટરશ્રી સ્વપ્નિલ સિસલેના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે શનિવારે જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકના પ્રારંભે વિવિધ સરકારી વિભાગોની કામગીરીની સમીક્ષા કરી હતી. જેમાં ખાસ કરીને નિવૃત્ત થયેલા સરકારી કર્મચારીઓના પેન્શન કેસોના નિકાલ અને આગામી બે વર્ષમાં નિવૃત્ત થનાર કર્મચારીઓના પેન્શન કેસો, ગુજરાત તકેદારી આયોગ તરફથી આવેલ પત્રો, વિવિધ હેતુ માટે ફાળવેલી સરકારી જમીન અંગે, એ.જી. ઓડિટના બાકી પેરાઓની માહિતી સહિતના મુદ્દાઓને આવરી લેવાયા હતાં.

 

સાથોસાથ ઈ-સરકાર પોર્ટલના અમલ માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાથે નકારાત્મક સમાચાર પર તંત્ર દ્વારા લેવાયેલાં પગલાં, ખાતાકીય તપાસ અને સીએમ ડેશબોર્ડ, તેમજ જિલ્લાના વિવિધ વિભાગોના આંતરિક પ્રશ્નો સહિતના મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.

 

આ સંકલન બેઠકમાં જિલ્લા પોલીસ વડાશ્રી જે.એન. દેસાઈ, ઇન્ચાર્જ પ્રાયોજના વહીવટદારશ્રી અને ડીઆરડીએ ડાઇરેક્ટરશ્રી ધારા ભલારા, નિવાસી અધિક કલેકટરશ્રી આર. આર. બોરડ સહિતના ઉચ્ચ અધિકારીઓ અને સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

○○○

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other