સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલનાં માતૃશ્રીનું દુઃખદ અવસાન

0
સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલનાં માતૃશ્રીનું દુઃખદ અવસાન
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા. ૨૦. સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ અને ઓલપાડ તાલુકાનાં કરંજનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર વિજય પટેલનાં માતૃશ્રી નર્મદાબેન બાલુભાઈ પટેલ (ગામ: હાંસોટ)નું ૮૦ વર્ષની વયે ઓલપાડ ખાતે દુઃખદ અવસાન થયેલ છે.

સ્વ. નર્મદાબેન એટલે સાદાઈ, માયા, મમતા, માનવતા અને માણસાઈની મૂર્તિ. ગ્રામીણ સંસ્કારનાં સાચા પ્રતિક સમા માજીએ આખું જીવન કુટુંબ અને સમાજ માટે સમર્પિત કર્યું હતું. મહેમાનગતિ એ એમનો સ્વભાવ હતો અને મીઠાશ એ એમની ઓળખ હતી. એમનાં દિવ્ય આત્માની શાંતિ અર્થે સમસ્ત ઝાંપા ફળિયાનાં રહીશો, ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ, સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ, ઓલ ઇન્ડિયા એડવેન્ચર ગૃપ, વિવિધ સમાજનાં આગેવાનો, પત્રકાર મિત્રો સહિત શુભેચ્છક મિત્રોએ હાર્દિક શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

○○○

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *