આત્મહત્યા કરવા જનારને તાત્કાલીક શોધી કાઢી તેમના પરિવારને સોંપતી સોનગઢ પોલીસ

0
આત્મહત્યા કરવા જતા વ્યકિતને તાત્કાલીક શોધી કાઢી તેમના પરિવારને સોંપતી સોનગઢ પોલીસ
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૨. આજેરોજ સોનગઢ પોલીસ સ્ટેશન પી.એસ.ઓ. શ્રી અજય સુદામભાઈએ ફરજ ઉપરના ટાઉન પર ઈન્ચાર્જ એ.એસ.આઈ. રૂપસિંગભાઈ નાનીયાભાઈને ટેલીફોનથી જાણ કરેલ હતી કે, નિહારભાઈ સુરેશભાઈ મહેતા, પારેખ ફળિયું, જુના ગામ, સોનગઢ, તા.સોનગઢ જી.તાપીએ સોનગઢ પોલીસ સ્ટેશન પર જઈ પોતાના મોબાઈલમાં એક વિડીયો બતાવતા હતા. જે વિડીયોમા તેનો મોટો ભાઈ જેમિકભાઈ સુરેશભાઈ મહેતા. ઉ.વ. ૩૫. રહે. પારેખ ફળિયું, જુના ગામ, સોનગઢ, તા.સોનગઢ જી.તાપી તેમના ઘરે ચાલતા કંકાસથી આત્માહત્યા કરવા જાઉં છું તેવો વિડીયો બતાવતા. જેના આધારે સોનગઢ પોલીસના માણસોએ વિડીયો બનાવનારની માહિતી મેળવીને વિડીયોના આધારે શોધખોળ કરવા સોનગઢ પો.સ્ટે.મા અલગ અલગ ટીમો બનાવી, સોનગઢ ટાઉનમા આવેલ કિલ્લાના આજુબાજુના સ્થાને શોધવા માટે જરૂરી સુચના અને માર્ગદર્શન આપી રવાના કરાઈ હતી. સોનગઢ પો.સ્ટે.ના ASI રૂપસિંગભાઈ નાનીયાભાઈએ તેને વિશ્વાસમા લઈ સમજાવીને કાઉન્સેલીગ કરતા તેઓ મારવા જેવા પગલુ ભરશે નહી તેમ જણાવેલ અને આ જેમીકભાઈને જીવનના મહત્વ અંગે જરૂરી માર્ગદર્શન અપી જેમીકભાઈ સુરક્ષિત તેમના નાના ભાઈ નિહારભાઈ સુરેશભાઈ મહેતાના કબ્જો સોંપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડી પ્રશંસનીય કામગીરી કરવામા આવેલ છે.

વ્યવસ્થા કરનાર ટીમ :-

પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એમ.એમ. ગીલતર, સોનગઢ પો.સ્ટે. ની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ ASI રૂપસિંગ નાનીયાભાઈ, અ.પો.કો.ગુલાબાસિંગ તુલસીરામએ કામગીરી કરેલ છે.

○○○

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *