બરડીપાડા ગામે મત્સ્યપાલન થકી રોજગારીની તકો અંગે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૦૪. કામધેનુ યુનિવર્સિટી,સંચાલિત સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન એક્વાકલ્ચર ઉકાઈ કેન્દ્ર દ્વારા આજે સોનગઢ તાલુકાના બરડીપાડા ગામે “મત્સ્યપાલન : રોજગારી અને આત્મનિર્ભરતાની નવી તકો” વિષય પર ચર્ચા ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં આશરે ૪૦ જેટલા ભાઈઓ અને બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સેન્ટરના વડા ડૉ. સ્મિત લેન્ડે દ્વારા ગ્રામજનોને મત્સ્યપાલનના આધુનિક અભિગમ, સ્વરોજગારીની સંભાવનાઓ અને સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે મત્સ્યપાલન માત્ર એક પરંપરાગત વ્યવસાય નથી, પરંતુ ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારના યુવાનો તથા મહિલાઓ માટે આર્થિક સશક્તિકરણ અને આત્મનિર્ભરતાનું ઉત્તમ માધ્યમ બની શકે છે.
ચર્ચા ગોષ્ઠીમાં ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લઈ મત્સ્યપાલનને રોજગારીના નવા અવસર તરીકે અપનાવવામાં રસ દાખવ્યો હતો.
○○○
