સરોલી પ્રાથમિક શાળાનાં સ્નેહમૂર્તિ શિક્ષિકા સુશીલાબેન પટેલનો ભાવભીનો વિદાય સમારંભ

0
સરોલી પ્રાથમિક શાળાનાં સ્નેહમૂર્તિ શિક્ષિકા સુશીલાબેન પટેલનો ભાવભીનો વિદાય સમારંભ
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ) : તા.૦૩. જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ઓલપાડ તાલુકાની સરોલી પ્રાથમિક શાળાનાં સૌજન્ય મૂર્તિ, કર્તવ્યનિષ્ઠ અને નિરંતર ઉત્સાહી એવાં સ્નેહમૂર્તિ શિક્ષિકા શ્રીમતી સુશીલાબેન કિશોરભાઈ પટેલ ૩૬ વર્ષની ગૌરવવંતી સેવા બાદ વયનિવૃત્ત થતાં શાળા પરિવાર અને ગ્રામજનો દ્વારા ભાવભીની વિદાય આપવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સમયપાલન, શિસ્ત, નિષ્ઠા, પ્રામાણિકતા, મિલનસાર અને લાગણીશીલ સ્વભાવનાં કારણે તેઓ સમગ્ર પંથકમાં લોકપ્રિય બન્યા છે. બાળકોમાં પ્રેમ, શિસ્ત, કર્તવ્ય, સેવા અને ઉચ્ચ સંસ્કારોનું સિંચન કરી તેમનાં જીવન ઘડતર માટે અથાગ પ્રયત્નો કર્યા છે.

નિવૃત્તિ પ્રસંગે શાળા પરિવારે તેમને પુષ્પગુચ્છ, શાલ અને પ્રશસ્તિપત્ર અર્પણ કરી સન્માન કર્યું હતું. આ પ્રસંગે બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલ, માસમાના સી.આર.સી. કો-ઓર્ડિનેટર આશા ગોપાણી, કેન્દ્રાચાર્યા દક્ષા દેસાઈ, માસમા કેન્દ્ર સંલગ્ન પ્રાથમિક શાળાઓનો શિક્ષકગણ, એસ.એમ.સી. સભ્યો, વાલીજનો તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. આમંત્રિત મહેમાનોએ સુશીલાબેનની સેવાકીય પ્રવૃતિઓને બિરદાવી હતી. આ તકે પ્રતિભાવમાં પોતાનાં ફરજકાળને વાગોળતા સુશીલાબેન અત્યંત ભાવવિભોર થયા હતાં. વિદાય પ્રસંગે સુશીલાબેને અશક્ત દર્દીઓ માટેનો મલ્ટીપલ બેડ પોતાનાં ગામને સ્મૃતિરૂપે ભેટમાં આપ્યો હતો. તેઓનું નિવૃત્ત જીવન પરિવાર સાથે નિરોગી, સ્વસ્થ અને દીર્ઘાયુ બને અને સમાજ વિકાસમાં પ્રવૃત્તિશીલ બની રહે તેવી હૃદયપૂર્વકની શુભેચ્છાઓ ઉપસ્થિતોએ પાઠવી હતી. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

○○○

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *