સેવા એ જ સાચી શ્રદ્ધાંજલિ: સ્વ.શિલ્પાબેનની સ્મૃતિમાં નિઃશુલ્ક નેત્રયજ્ઞ
Contact News Publisher

સેવા પરમો ધર્મ એવાં ભાવ સાથે સાયણની જીવનરક્ષા હોસ્પિટલમાં નિ:શુલ્ક નેત્રયજ્ઞ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૦૨. સ્વર્ગસ્થ ધર્મપત્ની શિલ્પાબેનની પવિત્ર સ્મૃતિને ચિરંજીવ રાખવાનાં ઉમદા ભાવ સાથે ઓલપાડ તાલુકા પંચાયતનાં શાસક પક્ષનાં નેતા અને જીવનરક્ષા હોસ્પિટલ ટ્રસ્ટ, સાયણના મંત્રી કિરીટભાઈ જયંતિભાઈ પટેલ (ગામ-સ્યાદલા) નાં સહયોગથી જીવનરક્ષા હોસ્પિટલ ખાતે તા. ૦૧/૧૧/૨૦૨૬ નાં રોજ નિઃશુલ્ક નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવાયજ્ઞમાં મોટી સંખ્યામાં જરૂરિયાતમંદ દર્દીઓએ નિઃશુલ્ક આંખોની તપાસ, દવાઓ અને નેત્ર-સારવારનો લાભ લીધો હતો. સ્વર્ગસ્થ શિલ્પાબેનની સ્મૃતિમાં કરવામાં આવેલી આ માનવતાભરી સેવા ખરેખર પ્રશંસનીય અને સૌના માટે પ્રેરણાદાયી બની રહી. સમાજનાં છેવાડાનાં લોકો સુધી આરોગ્ય સેવા પહોંચાડવાના આ ઉમદા પ્રયાસ તથા આવી અનેક લોકો માટે આશીર્વાદરૂપ સેવાકીય પ્રવૃત્તિ બદલ કિરીટભાઈ પટેલ તથા તેમનાં પરિવારજનોને સૌ લાભાર્થીઓ, શુભેચ્છકો તથા મિત્રમંડળે અભિનંદન પાઠવ્યા હતાં.
○○○
