ઉચ્છલમાં નોંધાયેલ ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીને પકડી પાડી અનડીટેડક ગુનો શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૦૧. ગઇ તા.૩૧/૧૦/૨૬ ના રોજ ઉચ્છલ પોલીસ સ્ટેશનમા ઘરફોડ ચોરીનો ગુનો દાખલ થયો હતો. જેમાં ગઇ તા.૨૦/૧૦/૨૬ થી તા.૩૧/૧૦/૨૬ ના સમય ગાળા દરમ્યાન કોઇ અજાણ્યો ચોરે ઉચ્છલના પાંખરી ગામે સડક ફળિયામા આવેલ મરીયમબેન ગામીતના ઘરમા કોઇક રીતે આવી કબાટ ખોલી કબાટના લોકરની અંદર મુકેલ સ્ટીલના ડબ્બામાં રહેલ મરીયમબેન ગામીતના સોના ચાંદીના અલગ અલગ દાગીના જેની કુલ્લે કિ.રૂ.૬૦,૦૦૦/- ના મત્તાના ધરેણાંની ચોરી કરી લઇ ગયેલ.
જે અનડીટેકટ ગુનો શોધી કાઢવા શ્રી,બી.જી. રાવલ, પોલીસ ઇન્સ્પેકટર, એલ.સી.બી. તાપીએ સુચના આપેલ હોય તેમની સુચના અને માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. અનિરૂધ્ધસીંહ દેવસિંહ એલ.સી.બી. તાપી તથા એલ.સી.બી./પેરોલ ફર્લો પોલીસ માણસોએ પોતાના અંગત બાતમીદારો રોકી આ ગુનાની તથા આરોપીઓની તપાસમાં હતા. તે દરમ્યાન એ.એસ.આઇ. જયેશભાઇ લીલકીયાભાઇ તથા અ.પો.કો. રવિન્દ્રભાઇ મહેન્દ્રભાઇને મળેલ સંયુકત બાતમી આધારે પાંખરી બસ સ્ટેશન પેટ્રોલપંપ પાસેથી આ ગુનામાં સંડોવાયેલ આરોપી- સમીર ઉર્ફે શીખડો દાજયાભાઇ ગામીત ઉ.વ.૧૯ રહે.પાંખરી, સડક ફળીયુ તા.ઉચ્છલ જી.તાપી ને પકડી પાડી પુછપરછ કરતા આશરે દસેક દિવસ પહેલા ઘરમાંથી બપોરના સમયે સોના-ચાંદીના દાગીનાની ચોરી કરેલાની કબુલાત કરતો હોય, પકડાયેલ આરોપી પાસેથી ચોરી થયેલા દાગીના પૈકી ચાંદીના અમુક દાગીના જેની કુલ્લે કિ.રૂ.૪૮,૦૦૦/- નો મુદ્દામાલ મળી આવતા તે કબજે કરી પકડાયેલ આરોપીને તા.૦૧/૧૦/૨૬ ના રોજ આગળની વધુ કાર્યવાહી સારૂ ઉચ્છલ પો.સ્ટે. ખાતે સોંપેલ છે.
પકડાયેલ આરોપી :-
(૧) સમીર ઉર્ફે શીખડો દાજયાભાઇ ગામીત ઉ.વ.૧૯ રહે.પાંખરી, સડક ફળીયુ તા.ઉચ્છલ જી.તાપી
ડીટેક્ટ થયેલ ગુનાઓની વિગત :-
(૧) ઉચ્છલ પો.સ્ટે.એ પાર્ટ ગુ.ર.નં.૧૧૮૨૪૦૦૬૨૬૧૦૪૯/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૦૫(ક), ૩૩૧(૩), ૩૩૧(૪) મુજબ
કબજે કરેલ મુદ્દામાલઃ-
(૧) બે સાંકળા (એક જોડી) જેની કિ.રૂ.૨૪,૦૦૦/-, (૨) ગળામાં પહેરવાની ચાંદીની કંઠી એક નંગ આશરે ૧૦ તોલાની જેની કિ.રૂ.૧૨,૦૦૦/-, (૨) હાથમાં પહેરવાના ચાંદીના ધુધરીવાળા બે પાટલા આશરે ૫ તોલાના કિ.રૂ.૬,૦૦૦/-, (૩) ચાંદીનું હાથમાં પહેરવાનું બ્રેસલેટ(લુઝ) આશરે ૫ તોલા કિ.રૂ.૬,૦૦૦/-. ઉપરોકત તમામ ચીજવસ્તુ કિ.રૂ. ૪૮,૦૦૦/- નો મુદ્દામાલ કબજે કરેલ છે.
ગુનાનો એમ.ઓ.
દિવસ દરમ્યાન ઘરમાં જઇ ચોરી કરવાનો
કામગીરી કરનાર ટીમ :-
પો.ઇન્સ. શ્રી બી.જી. રાવલ, એલ.સી.બી., તાપી તથા પો.ઇન્સ.શ્રી જે.બી. આહિર પેરોલ ફર્લો સ્કોડ તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. અનિરૂધ્ધસીંહ દેવસિંહ એલ.સી.બી. તાપી, એ.એસ.આઇ. જયેશભાઇ લીલકીયાભાઇ, અ.પો.કો. રવિન્દ્રભાઇ મહેન્દ્રભાઇ, પો.કો. પ્રકાશભાઇ રામાભાઇ તથા પેરોલ ફર્લો સ્કોડના એ.એસ.આઇ. આનંદભાઇ ચેમાભાઇ, અ.પો.કો. રાજુભાઈ જીણાભાઈ, અ.પો.કો રાજીશભાઈ ગોપાળભાઈએ કામગીરી કરેલ છે.
○○○
