વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતના મહાત્મા ગાંધી ગ્રામીણ અભ્યાસ વિભાગમાં ‘જનજાતિ ગૌરવ દિવસ’ ઉજવાયો: વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો

0
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતના મહાત્મા ગાંધી ગ્રામીણ અભ્યાસ વિભાગમાં 'જનજાતિ ગૌરવ દિવસ' ઉજવાયો: વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો
Contact News Publisher

(રહિમ પઠાણ દ્વારા, ​સુરત) : તા. ૧૦. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના મહાત્મા ગાંધી ગ્રામીણ અભ્યાસ વિભાગમાં ચાલતા એમ.એ. ઇન ટ્રાઇબલ સ્ટડીઝ વિભાગ દ્વારા ભગવાન બિરસા મુંડાની સ્મૃતિમાં ‘જનજાતિ ગૌરવ દિવસ’ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ વિભાગીય વડા ડૉ. દીપકભાઈ ભોયેના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં MRS, BRS (SD)તેમજ tribal studiesના અધ્યાપકો અને ૨૭ જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

​અધ્યક્ષીય પ્રવચનમાં ડૉ. દીપકભાઈ ભોયેએ જણાવ્યું હતું કે, “ભારતની આઝાદીના ઇતિહાસમાં આદિવાસી ક્રાંતિકારીઓનું પ્રદાન અનન્ય રહ્યું છે. ૧૮૫૭ પૂર્વે પણ તિલકા માંઝી જેવા વીરોએ અંગ્રેજો સામે સંગ્રામ છેડ્યો હતો. ભગવાન બિરસા મુંડાએ જળ, જંગલ, જમીન અને સામાજિક કુરિવાજો સામે લડત ચલાવી બિરસાયત ધર્મ સ્થાપી લોકચેતના જગાવી હતી.” તેમણે ઉમેર્યું કે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ ૨૦૨૧થી ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિને સમગ્ર દેશમાં ‘જનજાતિ ગૌરવ દિવસ’ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી છે, જે આદિવાસી અસ્મિતાનું બહુમાન છે.

​આ પ્રસંગે આયોજિત વક્તૃત્વ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ કાલીબાઈ ભીલ, ટાંટિયા ભીલ, તિલકા માંઝી અને બિરસા મુંડાના જીવનકાર્ય પર વિચારો રજૂ કર્યા હતા. ઉપરાંત નિબંધ, ચિત્રકામ અને વેશભૂષા સ્પર્ધા યોજાઈ હતી; જેમાં રાઠવા સમુદાયની પારંપરિક વેશભૂષા રજૂ કરનાર વિદ્યાર્થીઓ ગામીત શ્રુતિ અને નશીબભાઈ રાઠવા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન ડૉ. સુમિર ગામીત તથા શ્રી મહેશભાઈ વસાવા દ્વારા કરવામાં આવ્યું હતું.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other