અંભેટા પ્રાથમિક શાળામાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત માર્ગ સલામતી અને સુરક્ષા અંગે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

0
અંભેટા પ્રાથમિક શાળામાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત માર્ગ સલામતી અને સુરક્ષા અંગે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા. ૧૦. અંભેટા પ્રાથમિક શાળા ખાતે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત આરટીઓ, સુરત દ્વારા માર્ગ સલામતી અને સુરક્ષા અંગે એક માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આરટીઓ ઈન્સ્પેક્ટર અંકિતભાઈ પટેલ તથા નિલેશભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. બંને અધિકારીઓએ વિદ્યાર્થીઓને માર્ગ સલામતી, ટ્રાફિકનાં નિયમો, વાહન ચલાવતી વખતે રાખવાની જરૂરી સાવચેતી, હેલ્મેટનું મહત્વ, સિગ્નલનું પાલન અને સુરક્ષિત માર્ગ વ્યવહાર અંગે ખૂબ જ સુંદર અને ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. વિદ્યાર્થીઓએ નિયમોનું પાલન – જીવનનું રક્ષણ, સુરક્ષિત માર્ગ – સુરક્ષિત જીવન, હેલ્મેટ પહેરો – જીવન બચાવો અને સેફ ડ્રાઈવ – સેફ લાઈફ જેવાં સંદેશાઓને ખૂબ જ રસપૂર્વક સમજ્યા હતાં. શાળાનાં આચાર્ય અને શાળા પરિવાર દ્વારા આ મહત્વપૂર્ણ અને જ્ઞાનવર્ધક કાર્યક્રમનાં સફળ આયોજન બદલ આરટીઓ, સુરત તથા ઉપસ્થિત બંને અધિકારીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *