મોટર તથા બેટરી ચોરીના આરોપીઓને ઝડપી પાડી ચોરીનો ભેદ ઉકેલતી નિઝર પોલીસ

0
મોટર તથા બેટરી ચોરીના આરોપીઓને ઝડપી પાડી ચોરીનો ભેદ ઉકેલતી નિઝરપોલીસ
Contact News Publisher

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : તા.૦૭. નિઝર પો.સ્ટે. મા નોંધાયેલ ગુના અનુસર તા.૦૧/૦૯/૨૬ ના રાત્રીના ૧૨ કલાકથી થી તા.૨૫/૦૯/૨૬ ના સાંજે ૦૬ વાગ્યા દરમ્યાન હરકોઈ વખતે મુબારકપુર ગામની સીમમાં આવેલ ફરીયાદ આપનારની જમીનનો સર્વે નં.૨૧૦/૧ ડિપએરીગેશન આધારે પાકમાં ખાતર તથા દવા છોડવા માટે ગોઠવવામાં આવેલ મિની મોટર જેની કિ.રૂ.૯૦૦૦/- તથા જગનભાઈ શ્રિપતભાઈ પટેલના રહેણાંક ઘરના આંગણામા ઘર વપરાશના પાણી માટે મુકવામાં આવેલ મિની મોટર જેની કિ.રૂ. ૪૦૦૦/- મળી કુલ મોટર નંગ-૨ કુલ્લે કિ.રૂ. ૧૩,૦૦૦/- ના મત્તાની કોઈ અજાણ્યા ચોર ઇસમો ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ હતો.

નિઝર પો.સ્ટે.મા નોંધાયેલ અન્ય ગુનામા ગઈ તા.૧૫/૦૯/૨૦૨૬ ના રોજ સાંજના પાંચેક વાગ્યાના સમયે થી તા. ૦૨/૧૦/૨૦૨૬ના રાત્રીના ૦૮ વાગ્યા દરમ્યાન હરકોઈ વખતે મુબારકપુર ગામ, પટેલ ફળીયામાં ઘરના આંગણામાં મુકેલ ફરિયાદ આપનારના કબ્જાનુ આઇસર ટ્રેક્ટર જેનો રજીસ્ટર નંબર. GJ-26-A-4181 માંથી એમરોન (AMARON) કંપનીની બેટરી જેની કિંમત રુપિયા આશરે ૮૦૦૦ તથા ફરિયાદ આપનારના દાદા મોહનભાઈ મુરારભાઈ પટેલના એગ્રી કીંગ ટ્રેક્ટર જેનો રજીસ્ટર નંબર MH-39-AB-3504 માંથી એક્ષાઈડ (EXIDE) કંપનીની બેટરી જેની કિંમત રુપિયા આશરે ૮૦૦૦ મળી કુલ્લે ૧૬,૦૦૦/- જેટલા રુપિયાની બે બેટરીઓ કોઇ અજાણ્યા ચોર ઇસમો ચોરી કરી નાસી ગયેલ ગયેલ હોય.

જે બનાવ સબંધે સુ.શ્રી એમ.ડી. વિઠ્ઠલપરા, પોલીસ ઈન્સ્પેકટર, નિઝર પોલીસ સ્ટેશનની સુચના અને માર્ગદર્શન હેઠળ અ.હે.કો. અનિલભાઈ રામચંદ્રભાઈ તથા પો.કો. ભાણજીભાઈ મગનભાઈ નિઝર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે સંયુક્ત બાતમી હકીકત મળેલ કે, “મુબારક ગામના બે ઈસમો પ્લાસ્ટિકની બેગમાં મોટર તથા બેટરી રાખી નંદુરબાર ખાતે વેચવા જાય છે” તેવી મળેલ બાતમી હકીકત આધારે પોલીસ માણસો એ.પી.એમ.સી. માર્કેટ ત્રણ રસ્તા પાસે બાતમી હકિકતવાળા ઇસમોની વોચમાં હતા. દરમ્યાન મુબારકપુર ગામ તરફથી બાતમી હકીકતવાળા ઈસમો પ્લાસ્ટિકની બેગ લઈને આવતા હોય જેથી તેમને ઉભા રાખી પુછપરછ કરતા તેમની પાસે બેગમાં રહેલ મોટરો તથા બેટરી બાબતે પુછપરછ કરતા પોતાની પાસે બેગમાં રહેલ બેટરી તથા મોટરો મુબારકપુર ગામેથી ચોરેલ હોવાનું કબુલતો હોય જેથી બંને ઈસમો (૧) અજયભાઈ કાંતિલાલ ઠાકરે ઉ.વ. ૨૮ ધંધો. મજુરી રહે. મુબારકપુરગામ, સાઈબાબા મંદિર ફળીયું, તા.નિઝર જી.તાપી તથા (૨) યોગેશભાઈ ભાવુભાઈ મોરે ઉ.વ.૨૭ ધંધો-મજુરી રહે-મુબારકપુર ગામ નવા પ્લોટ ફળીયા તા.નિઝર જી.તાપીની અટક કરી ઉપરોક્ત ગુનામાં ચોરાયેલ (૦૧) પાણીની મોટર નંગ – ૦૨ જેની કિ.રૂ.૧૩,૦૦૦/- તથા (૦૨) એમશેન તથા એક્ષાઈડ કંપનીની બેટરીઓ નંગ-૦૨ જેની કિ.રૂ. ૧૬,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.

શોધાયેલ ગુનાઓ :-

(૧) નિઝર પો.સ્ટે. A પાર્ટ ગુ.ર.નં.૧૧૮૨૪૦૦૭૨૬૦૫૪૨/૨૦૨૬, બી.એન.એસ. (BNS)-૨૦૨૩ ની કલમ-૩૦૩(૨)

(૨) નિઝર પો.સ્ટે. A પાર્ટ ગુ.ર.નં.૧૧૮૨૪૦૦૭૨૬૦૫૪૩/૨૦૨૬,ભારતીય ન્યાય સંહિતા (BNS)-૨૦૨૩ ની કલમ-૩૦૩(૨)

પકડાયેલ આરોપી:-

(૧) અજયભાઈ કાંતિલાલ ઠાકરે ઉ.વ. ૨૮ ધંધો. મજુરી રહે. મુબારકપુરગામ, સાંઇબાબા મંદિર ફળીયું, તા.નિઝર જી.તાપી

(૨) યોગેશભાઈ ભાવુભાઈ મોરે ઉ.વ.૨૭ ધંધો-મજુરી રહે-મુબારકપુર ગામ નવા પ્લોટ ફળીયા તા. નિઝર જી.તાપી

મળી આવેલ મુદ્દામાલ :-

(૦૧) પાણીની મોટર નંગ – ૦૨ જેની કિ.રૂ. ૧૩,૦૦૦/-

(૦૨) એમરોન તથા એક્ષાઈડ કંપનીની બેટરીઓ નંગ–૦૨ જેની કિ.રૂ. ૧૬,૦૦૦/-

કામગીરી કરનાર ટીમ :-

પો.ઈન્સ. સુ.શ્રી એમ.ડી. વિઠ્ઠલપરા, નિઝર પોલીસ સ્ટેશનની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ. શ્રી એમ.આઈ. વસાવા, એ.એસ.આઈ. જગદિશભાઈ જોરારામભાઈ, અ.હે.કો. અનિલભાઈ રામચંદ્રભાઈ, પો.કો. ભાણજીભાઈ મગનભાઈ, પો.કો. કલ્પેશભાઈ મસાભાઈ, પો.કો. સંતવાનભાઈ ગોમાભાઈ તથા પો.કો. વ્યતિનભાઈ શ્રાવણભાઈ, પો.કો. મુકેશકુમાર સેંધાજીએ કામગીરી કરેલ છે.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *