શાળા વિકાસ સંકુલ 1અને 2 નું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૦૭. ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ અને શિક્ષણ વિભાગ ગાંધીનગર પ્રેરિત શિક્ષણાધિકારી કચેરી અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન તાપી ના ઉપક્રમે શાળા વિકાસ સંકુલ 1અને 2 નો ગણિત વિજ્ઞાન પ્રદર્શન જિલ્લા લોક વિજ્ઞાન કેંદ્ર ના ડાયરેક્ટર કેતન શાહ વરદ હસ્તે ખુલ્લો મુકાયો.
આજરોજ શાળા વિકાસ સંકુલ -1 (સરદાર પટેલ) જેમા વ્યારા વાલોડ અને ડોલવણ તાલુકાની તમામ 78 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ના બાળ વૈજ્ઞાનિકોએ પોતાની કૃતિઓ તૈયાર કરી ડોલવણ ખાતે વિવિધલક્ષી શાળામા યોજાયો. જ્યારે શાળા વિકાસ સંકુલ-2 (મહાત્મા ગાંધી) જેમા નિઝર, કુકરમુંડા, ઉકાઇ અને સોનગઢ તાલુકાની 86 શાળાની કુલ 104 કૃતિઓએ સોનગઢ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે બાળ વૈજ્ઞાનિકોએ ભાગ લીધો હતો. સંકુલ 1અને 2 ની કુલ 174 કૃતિઓ માંથી શ્રેષ્ઠ 10 કૃતિઓ જિલ્લા કક્ષાએ પાંચ વિભાગમા જનાર શાળાના બાળ વૈજ્ઞાનિકોને કલાનિકેતન જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર તાપીના ડાયરેકટર કેતન શાહ દ્વારા રોકડ પુરસ્કાર અને ટ્રોફી એનાયત કરવામા આવી હતી.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
