‘એક જ ચાલે આદિવાસી ચાલે’ પ્રસ્તુતિએ ધૂમ મચાવી

0
‘એક જ ચાલે આદિવાસી ચાલે’ પ્રસ્તુતિએ ધૂમ મચાવી
Contact News Publisher

​તેજદાન ગઢવી અને તેમની ટીમે સાંસ્કૃતિક કાર્યક્રમમાં દર્શકોને મંત્રમુગ્ધ કર્યા

 

વ્યારાના સયાજી ગ્રાઉન્ડ ખાતે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત યોજાઈ ‘સેવા જ્યોતિ મશાલ યાત્રા’

 

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) :  તા. ૦૭. :- વ્યારાના સયાજી ગ્રાઉન્ડ ખાતે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત યોજાયેલી ‘સેવા જ્યોતિ મશાલ યાત્રા’ નિમિત્તે એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

આ પ્રસંગે ગુજરાતની લોકસંસ્કૃતિ અને અસ્મિતાને દેશ-વિદેશમાં ઓળખ અપાવનાર ખ્યાતનામ લોકકલાકાર તેજદાન ગઢવી અને તેમની સંગીત ટીમે પોતાની મનમોહક પ્રસ્તુતિઓથી સમગ્ર સભામંડપનમાં ઉપસ્થિત દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા.

 

​કાર્યક્રમ દરમિયાન તેજદાન ગઢવીએ ગુજરાતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતા લોકગીતો અને દેશભક્તિના ગીતો રજૂ કરીને વાતાવરણમાં અનોખો ઉત્સાહ અને ભક્તિભાવ ભરી દીધો હતો.

 

ખાસ કરીને તેમની ‘એક જ ચાલે આદિવાસી ચાલે’ પ્રસ્તુતિએ ભારે આકર્ષણ જમાવ્યું હતું અને ધૂમ મચાવી હતી.​ઉપસ્થિત તમામ પ્રેક્ષકોએ તાળીઓના ગડગડાટથી કલાકારોને વધાવી લીધા હતા.

 

સેવા સંકલ્પ અભિયાન અને સેવા જ્યોતિ યાત્રાના માધ્યમથી સમાજસેવા તેમજ સાંસ્કૃતિક મૂલ્યોને જાળવી રાખવાના આ ભગીરથ પ્રયાસને કાર્યક્રમમાં હાજર સૌ કોઈએ મુક્તકંઠે બિરદાવ્યો હતો.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *