મોટર સાઇકલ ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીઓની ધરપકડ કરતી કુકરમુંડા પોલીસ

0
મોટર સાઇકલ ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીઓની ધરપકડ કરતી કુકરમુંડા પોલીસ
Contact News Publisher

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : તા. ૦૬. કુકરમુંડા પોલીસ સ્ટેશનમા નોંધાયેલ મોટર સાયકલ ચોરીના ગુનામા ચોરી થયેલ ‘હોન્ડા સાઇન કંપનીની કાળા કલરની લાલ પટ્ટાવાળી મોટર-સાઇકલ જેનો રજિસ્ટર નંબર- GJ-26-F-6103 જે મોટર સાઇકલ નંદુરબાર જીલ્લાના શાહદા પોલીસ સ્ટેશન દ્વારા આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓ પાસેથી કબ્જે કરેલ હોવાની માહિતી મળતા આરોપીઓનો કબ્જો મેળવવા મે,જ્યુડી. મેજી.ફ.ક. સાહેબ શ્રી નિઝર પાસેથી ટ્રાન્સફર વોરંટ મેળવી આરોપીનો કબ્જો શાહદા જ્યુડી, મેજી.ફ.ક. કોર્ટ માથી મેળવી આરોપીઓને તાપીના કુકરમુંડા પોલીસ સ્ટેશન ખાતે લઇ આવી તા-૦૫/૧૦/૨૦૨૬ ના રોજ મોટર સાયકલ ચોરીના ગુનાના કામે અટક કરેલ છે.

આરોપીઓ (૧) ભિકાભાઈ મોલ્યાભાઇ પાડવી ઉ.વ.૩૨ (૨) વિનોદ ઉર્ફે વિનચ્યાભાઇ રામજીભાઇ પાડવી ઉ.વ.૨૭ એ તા ૦૨/૦૮/૨૦૨૫ થી તા-૦૪/૦૮/૨૦૨૫ દરમ્યાન બાલદા ગામે શિક્ષક સરકારી ક્વાટ્રુસ ની સામે આવેલ ખુલ્લી જગ્યામાંથી ગિરીશભાઇ વજેસિંગભાઇ ચૌધરી ઉ.વ.૫ર મુળ રહે.જેસીંગપુરા સામર ફળીયું તા-વ્યારા જી-તાપી હાલ રહે -બાલ્દા (શિક્ષક સરકારી ક્વાટુસ) તા.કુકરમુંડા જી.તાપીની હોન્ડા સાઇન કંપનીની કાળા કલરની લાલ પટ્ટાવાળી મોટરસાઇકલ જેનો રજિસ્ટર નંબર- GJ-26-F-6103 જેની આશરે કિ.રૂ રૂ.૩૦,૦૦૦/-ની ચોરી કરી ગુનો આચરેલ છે.

આરોપીઓ વિરૂધ્ધમાં નંદુરબાર જીલ્લાના શાહદા પોલીસ સ્ટેશન CR NO- 0825/2026 ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબનો ગુનો રજીસ્ટ્રર થયેલ છે. તેમજ આરોપીઓના કબ્જામાથી શાહદા પોલીસ સ્ટેશને અલગ અલગ કંપનીની કુલ-૨૮ જેટલી મોટર સાઇકલ કબ્જે કરેલ છે. તેમજ કુકરમુંડા પો.સ્ટે.ના સને ૨૦૨૫મા નોંધાયેલ મોટર સાયકલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે.

પકડાયેલ આરોપી :-

(૧) ભિકાભાઇ મોલ્યાભાઇ પાડવી ઉ.વ.૩૨ રહે,ગોરંબાગામ, (ચડીપાડા) તા.ધડગાંવ જી.નંદુરબાર (મહારાષ્ટ્ર)

(૨) વિનોદ ઉર્ફે વિનચ્યાભાઇ રામજીભાઈ પાડવી ઉ.વ.૨૭ રહે,ગોરંબાગામ,(યડીપાડા) તા.ધડગાંવ જી.નંદુરબાર (મહારાષ્ટ્ર)

કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારીની વિગત.

(૧) શ્રી આઈ.ડી. દેસાઈ, પોલીસ ઇન્સ્પેકટર

(૨) એ.એસ.આઇ. વિજયભાઇ કરશનભાઇ.

(૩) અ.હે.કો. અર્જુનસિંહ વિક્રમસિંહ.

(૪) આ.પો.કો. પ્રશાંતકુમાર કિશોરભાઈ.

(૫) અ.પો.કો. દૌલતસિંગ પ્રુથ્વિસિંગ.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *