‘સેવા સેતુ’ કાર્યક્રમમાં વ્યારા નગરજનોને એક જ સ્થળે યોજનાઓના લાભો અપાયા

0
‘સેવા સેતુ’ કાર્યક્રમમાં વ્યારા નગરજનોને એક જ સ્થળે યોજનાઓના લાભો અપાયા
Contact News Publisher

ડો. શ્યામાપ્રસાદ મુખર્જી ટાઉન હોલ ખાતે વ્યારા નગરપાલિકા કક્ષાનો ૧૨મા તબક્કાનો ‘સેવા સેતુ’ કાર્યક્રમ યોજાયો

—

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. 06.- સરકારશ્રીની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓ અને સરકારી સેવાઓ નાગરિકોને એક જ સ્થળે સરળતાથી મળી રહે તેવા ઉમદા આશયથી તા. ૦૬/૧૦/૨૦૨૬ના રોજ ડો. શ્યામાપ્રસાદ મુખર્જી ટાઉન હોલ ખાતે વ્યારા નગરપાલિકા કક્ષાનો ૧૨મો ‘સેવા સેતુ’ કાર્યક્રમ યોજાયો હતો.

 

આ કાર્યક્રમમાં વ્યારા નગરપાલિકાના વોર્ડ નં. ૧ થી ૭ ના નાગરિકો માટે વિવિધ સેવાઓ તેમજ યોજનાકીય લાભો સ્થળ પર જ પૂરા પાડવામાં આવ્યા હતા, જેમાં મુખ્યત્વે આવક અને જાતિના દાખલા, રેશનકાર્ડમાં નામ ઉમેરવું, કમી કરવું, નામ સુધારણા અને e-KYC કામગીરી, નવીન વારસાઈ અરજીઓ, ૭/૧૨ તથા ૮-અ ની નકલો, જન્મ-મરણ પ્રમાણપત્ર, લગ્ન નોંધણી, મિલકત આકારણીના ઉતારા, બસ કન્સેશન પાસ અને નવા ઘરેલુ વીજ જોડાણ અંગે જાણકારી અને લાભો ઉપલબ્ધ કરવામાં આવ્યા હતા.

 

સાથોસાથ, ગંગા સ્વરૂપા આર્થિક સહાય, નિરાધાર વૃદ્ધ સહાય, વય વંદના, સંકટ મોચન સહાય યોજના, PM સ્વનિધિ યોજના, તેમજ કૃષિ, પંચાયત, સમાજ કલ્યાણ અને આદિજાતિ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓની માહિતી તથા લાભો, નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ અને બેંકિંગ સંબંધિત સેવાઓ વ્યારા નગરપાલિકા કક્ષાના સેવાસેતુ કાર્યક્રમમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *