તાપી જિલ્લામાં ‘સેવા મેરા યોગદાન’ હેઠળ દિવ્યાંગજનોને સાધન સહાય તથા યોજનાકીય લાભોનું વિતરણ કરાયું

0
તાપી જિલ્લામાં ‘સેવા મેરા યોગદાન’ હેઠળ દિવ્યાંગજનોને સાધન સહાય તથા યોજનાકીય લાભોનું વિતરણ કરાયું
Contact News Publisher

જિલ્લા સમાજ સુરક્ષા કચેરી, તાપી દ્વારા દિવ્યાંગજનોના કલ્યાણ અને સશક્તિકરણ અર્થે યોજાયો વિશેષ કાર્યક્રમ

—

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. 02. વ્યારાના ડૉ. અંબેડકર ભવન ખાતે તાપી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ચંચળબેન ચૌધરીની અધ્યક્ષતામાં “સેવા મેરા યોગદાન” કાર્યક્રમ યોજાયો હતો. તાપી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં દિવ્યાંગોને સાધન સહાય અને વિવિધ લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

 

રાજ્યભરમાં ચાલી રહેલી સેવાકીય પ્રવૃત્તિઓના ભાગરૂપે યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય આશય દિવ્યાંગજનોની દિવ્યાંગતામાં રાહત મળે, તેમનું કલ્યાણ અને સશક્તિકરણ થાય તેમજ તેઓ સમાજમાં આત્મનિર્ભર બનીને જીવી શકે તે માટે સહાયક ઉપકરણો તથા સરકારી યોજનાઓના લાભો પૂરા પાડવાનો હતો.

 

આ કાર્યક્રમ દરમિયાન દિવ્યાંગજનોને દૈનિક જીવનમાં સુગમતા રહે તે હેતુથી વિવિધ સરકારી યોજનાઓના લાભો તેમજ સહાયક ઉપકરણોનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ૧૦ દિવ્યાંગજનોને સંતસુરદાસ યોજનાના મંજૂરી હુકમ, ૧૦ લાભાર્થીઓને દિવ્યાંગ બસપાસ, ૨૦ શ્રવણ યંત્ર (હિયરિંગ એઇડ), ૧૨ વોકિંગ સ્ટીક, ૭ બૌદ્ધિક અસમર્થતા ધરાવતા દિવ્યાંગો માટેની વિશેષ કિટ, ૪ બગલ ઘોડી અને ૩ વ્હીલચેરનો સમાવેશ થાય છે.

 

આમ, કુલ ૨૦ યોજનાકીય લાભો અને ૪૬ સહાયક ઉપકરણો મળીને કુલ ૬૬ લાભોનું વિતરણ કરી દિવ્યાંગજનોને આર્થિક તથા ભૌતિક મદદ પૂરી પાડવામાં આવી હતી.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *