‘સેવા જ્યોત યાત્રા-૨૬’નું આયોજન : મંત્રીશ્રી જયરામભાઈ ગામીતની અધ્યક્ષતામાં પ્રાથમિક બેઠક યોજાઈ

0
‘સેવા જ્યોત યાત્રા-૨૬’નું આયોજન : મંત્રીશ્રી જયરામભાઈ ગામીતની અધ્યક્ષતામાં પ્રાથમિક બેઠક યોજાઈ
Contact News Publisher

પગપાળા યાત્રા, સાયકલ યાત્રા તેમજ બાઈક રેલીમાં મોટી સંખ્યામાં જોડાયેલા નાગરિકો વ્યારા સયાજી ગ્રાઉન્ડ ખાતેના કાર્યક્રમમાં સહભાગી બનશે

—

 નાગરિકો સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે સ્વચ્છતા શપથ અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વર્ચ્યુઅલ સંબોધનનું જીવંત પ્રસારણ નિહાળશે

—

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૧ :.‘સેવા જ્યોત યાત્રા-૨૦૨૬’ના સુચારુ આયોજન અંગે કલેક્ટર કચેરીના સભાખંડમાં રાજ્યકક્ષાના રમતગમત અને પ્રવાસન મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતની અધ્યક્ષતામાં પ્રાથમિક સમીક્ષા બેઠક યોજાઈ હતી.

 

તા. ૭ ઓક્ટોબરના રોજ ઉનાઈનાકાથી સયાજી ગ્રાઉન્ડ સુધીની પગપાળા યાત્રામાં, જિલ્લા સેવા સદનથી સયાજી ગ્રાઉન્ડ સુધીની સાયકલ યાત્રામાં અને સોનગઢ નગરપાલિકાથી સયાજી ગ્રાઉન્ડ સુધીની બાઈક યાત્રામાં વિશાળ જનમેદની જોડાઈને વ્યારાના સયાજી ગ્રાઉન્ડ ખાતે સાંજે ૬.૩૦ કલાકે યોજાનારા કાર્યક્રમમાં સહભાગી બનશે.

 

જેમાં મહાનુભાવોના સ્વાગત ઉપરાંત રાષ્ટ્ર રંગોળી અને ચિત્રકલા સ્પર્ધાના વિજેતાઓનું સન્માન, મહાનુભાવોના સંબોધન તથા સ્વચ્છતા શપથ સહિતના કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત લાભાર્થીઓ સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત નાગરિકો વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વર્ચ્યુઅલ સંબોધનને નિહાળશે.

 

અ તકે, કલેક્ટરશ્રી દેવ ચૌધરીએ કાર્યક્રમ સ્થળે આમંત્રિતો, લાભાર્થીઓ, નાગરિકો અને મહાનુભાવો માટે બેઠક વ્યવસ્થા, મુખ્ય સ્ટેજ, બેકડ્રોપ બેનર, સાઉન્ડ સિસ્ટમ, અને લાઈટિંગ સહિતની સુવિધા તેમજ પ્રાથમિક વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી.

 

સાથોસાથ નિઃશુલ્ક આરોગ્ય કેમ્પ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને ICDS વિભાગ દ્વારા સ્વસહાય જૂથો તથા સખી મંડળોના સ્ટોલ ઊભા કરવામાં આવશે.

 

બેઠકમાં ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણી, જિલ્લા અગ્રણીશ્રી સુરજભાઈ વસાવા, પ્રાયોજના વહીવટદારશ્રી રાજેશકુમાર મૌર્ય, નિવાસી અધિક કલેક્ટર આર. આર. બોરડ સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ અને સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

_______________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *