આદિજાતિ વિકાસ વિભાગની શાળાઓની તેજસ્વી વિદ્યાર્થીનીઓ અને આચાર્યશ્રીઓનું મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતના હસ્તે સન્માન

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. 01 – રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તથા પ્રવાસન રાજ્યકક્ષાના મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતના અધ્યક્ષસ્થાને તાપી કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે ગુરુવારે ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ ના વિદ્યાર્થીઓ માટે વિશેષ સન્માન સમારોહ યોજાયો હતો.
આ સમારોહમાં આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત શાળાઓમાં ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની બોર્ડ પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીનીઓનું પ્રશસ્તિપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીનીઓને અભ્યાસમાં શ્રેષ્ઠ પ્રદર્શન બદલ મંત્રીશ્રીના હસ્તે પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
શાળાઓમાં ગુણવત્તાસભર શિક્ષણ અને ઉત્કૃષ્ટ પરિણામ માટે મહત્વપૂર્ણ યોગદાન આપનાર આચાર્યશ્રીઓનું પણ પ્રશસ્તિપત્ર આપી બહુમાન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણી, જિલ્લા અગ્રણીશ્રી સુરજભાઈ વસાવા, જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરી, પ્રાયોજના વહીવટદારશ્રી રાજેશકુમાર મૌર્ય સહિત અધિકારીઓ, શિક્ષકો, તેજસ્વી વિદ્યાર્થીનીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
