રાજ્યકક્ષાના મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે સોનગઢ ચેકપોસ્ટ ખાતે શ્રમદાન કર્યુ

0
રાજ્યકક્ષાના મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે સોનગઢ ચેકપોસ્ટ ખાતે શ્રમદાન કર્યુ
Contact News Publisher

તાપી જિલ્લામાં ‘સેવા સંકલ્પ’ અને ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન હેઠળ સામૂહિક સફાઈ ઝુંબેશ

—

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. 01. : ‘સેવા સંકલ્પ અભિયાન’ તથા ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૬’ અંતર્ગત તાપી જિલ્લાના સોનગઢ ચેકપોસ્ટ ખાતે સામૂહિક સફાઈ અભિયાનમાં સહભાગી થતાં રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તથા પ્રવાસન રાજ્યકક્ષાના મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે જાતે ઝાડૂ પકડી શ્રમદાન કરી સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો.

 

મંત્રી ડો. જયરામભાઈ ગામીતની સાથે સ્થાનિક સ્વચ્છતાકર્મીઓ, ગ્રામજનો, હોદ્દેદારો તથા અધિકારીઓ પણ સફાઈ અભિયાનમાં જોડાયા હતા. સોનગઢ ચેકપોસ્ટ અને તેની આસપાસના વિસ્તારમાં વ્યાપક સફાઈ હાથ ધરીને કચરો દૂર કરવામાં આવ્યો હતો.

 

આ સામૂહિક પ્રયાસ થકી જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવાનો તેમજ નાગરિકોને પોતાનો આસપાસનો વિસ્તાર સ્વચ્છ અને સુંદર રાખવા પ્રેરિત કરવાનો સરાહનીય સંદેશ આપવામાં આવ્યો હતો.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *