ઈનર વ્હીલ કલબ ઓફ વ્યારા દ્વારા વિદ્યાર્થીઓને અંતરવસ્ત્ર વિતરણ અને સ્વચ્છતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો

0
અંતરવસ્ત્ર વિતરણ અને સ્વચ્છતા જાગૃતિ કાર્યક્રમઈનર વ્હીલ કલબ ઓફ વ્યારા દ્વારા
Contact News Publisher

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : તા. ૨૯. આજ રોજ તા. ૨૮/૦૯/૨૦૨૬ના રોજ ઈનર વ્હીલ કલબ ઓફ વ્યારા દ્વારા દક્ષિણાપથ વિદ્યાલયના આશ્રમમાં રહેતા બાળકો માટે સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે દાતાશ્રીઓના સહયોગથી દક્ષિણાપથ સ્કૂલ આશ્રમમાં રહેતા બાળકોને જરૂરી અંતરવસ્ત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. બાળકોને સ્વચ્છ અને સ્વસ્થ જીવન જીવવા માટે વ્યક્તિગત સ્વચ્છતાનું મહત્વ સમજાવવામાં આવ્યું.

કાર્યક્રમ દરમિયાન ડો. મીનાબેન કાલરા, હોમિયોપેથિક ડોક્ટર, દ્વારા બાળકોને સ્વચ્છતા અને આરોગ્ય અંગે ખૂબ જ સરળ ભાષામાં માર્ગદર્શન આપવામાં આવ્યું. નિયમિત સ્નાન કરવું, સ્વચ્છ કપડાં પહેરવા, હાથ સાબુથી ધોવા, નખ સ્વચ્છ રાખવા, દાંતની સફાઈ કરવી તેમજ આસપાસનું વાતાવરણ સ્વચ્છ રાખવા અંગે માહિતી આપવામાં આવી.આ કાર્યક્રમના દાતાશ્રી કનકલતાબેન અતુલભાઈ મહેતા દ્વારા પણ બાળકોને સ્વચ્છ કેવી રીતે રહેવું, વ્યક્તિગત સ્વચ્છતા કેવી રીતે જાળવવી અને સ્વચ્છતાની સારી ટેવો જીવનમાં કેવી રીતે અપનાવવી તે અંગે સમજ આપવામાં આવી.બાળકોને સ્વચ્છતા માત્ર પોતાના સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ સમગ્ર સમાજ અને પર્યાવરણ માટે પણ જરૂરી છે તે સમજાવવામાં આવ્યું. બાળકોને રોજિંદા જીવનમાં સ્વચ્છતાની સારી ટેવો કેળવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા.આ સેવાકીય અને જાગૃતિસભર કાર્યક્રમ દ્વારા બાળકોમાં સ્વચ્છતા, આરોગ્ય અને સ્વમાન અંગે જાગૃતિ લાવવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો. અંતરવસ્ત્રોનું વિતરણ તથા આરોગ્ય-સ્વચ્છતા અંગેનું માર્ગદર્શન બાળકો માટે ઉપયોગી અને પ્રેરણાદાયક બની રહ્યું.બાળકો ને ખંજવાળ અને ફંગશ નાં થાય તે માટેનો મલમઆ સમગ્ર સેવાકીય કાર્યક્રમનું આયોજન અને સફળ સંચાલન ઈનર વ્હીલ કલબ ઓફ વ્યારાના પ્રમુખશ્રી પરવીનબેન દોરડી નાંમાર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. પ્રમુખશ્રીએ બાળકોના આરોગ્ય, સ્વચ્છતા અને વ્યક્તિગત સ્વમાનને ધ્યાનમાં રાખીને આવા સેવાકીય કાર્યક્રમોનું મહત્વ સમજાવ્યું અને કાર્યક્રમને સફળ બનાવવા જરૂરી માર્ગદર્શન આપ્યું. ક્લબના સેક્રેટરીશ્રી દિપાલીબેન શાહ એ કાર્યક્રમના આયોજનમાં સક્રિય સહયોગ આપી દાતાશ્રીઓ સાથે સંકલન કર્યું તથા બાળકો સુધી જરૂરી સામગ્રી પહોંચે અને સ્વચ્છતા અંગે યોગ્ય માર્ગદર્શન મળે તેની વ્યવસ્થા કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. પ્રમુખશ્રી અને સેક્રેટરીશ્રીના માર્ગદર્શન, આયોજન અને સહયોગથી આ કાર્યક્રમ સુંદર રીતે સફળ રહ્યો અને બાળકોમાં સ્વચ્છતા તથા આરોગ્ય અંગે જાગૃતિ લાવવાનો હેતુ સિદ્ધ થયો.

કાર્યક્રમ નાં અંતે આભાર વિઘિ ક્લબ નાં પાસ્ટ પ્રેસિડન્ટ મીનાક્ષીબેન શાહ કરી હતી . પણ આપવામાં આવ્યો. ઈનર વ્હીલ કલબ ઓફ વ્યારા દ્વારા દાતાશ્રીઓ અને ડો. મીનાબેન કાલરાનો આ સેવાકીય કાર્યમાં સહયોગ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

_______________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *