દિહેણની એમ.આર.સી. હાઈસ્કૂલ ખાતે સેવા સંકલ્પ અભિયાન ૨૦૨૬ અંતર્ગત તાલુકા કક્ષાનું ચિત્ર પ્રદર્શન અને વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ 

0
દિહેણની એમ.આર.સી. હાઈસ્કૂલ ખાતે સેવા સંકલ્પ અભિયાન ૨૦૨૬ અંતર્ગત તાલુકા કક્ષાનું ચિત્ર પ્રદર્શન અને વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ 
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા. ૨૯.  સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬ અંતર્ગત ઓલપાડ તાલુકાની શાળાઓનાં વિદ્યાર્થીઓની સર્જનાત્મક શક્તિઓ, કલા કૌશલ્ય અને વક્તૃત્વ કળાને પ્રોત્સાહન આપવાનાં શુભ આશયથી તાલુકા કક્ષાનાં ચિત્ર પ્રદર્શન તેમજ વક્તૃત્વ સ્પર્ધાનું ભવ્ય આયોજન દિહેણની એમ.આર.સી.હાઈસ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં વિભાગવાર તાલુકાની વિવિધ શાળાઓનાં ક્લસ્ટર કક્ષાએ વિજેતા વિદ્યાર્થીઓએ સહર્ષ ભાગ લીધો હતો. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે જિલ્લા પંચાયત, સુરતનાં કારોબારી અધ્યક્ષ બ્રિજેશભાઈ પટેલ, તાલુકા પંચાયત ઓલપાડનાં ઉપપ્રમુખ મેઘનાબેન પટેલ, શાસક પક્ષ નેતા કિરીટભાઈ પટેલ, દંડક અમરતભાઈ રાઠોડ, દિહેણનાં સરપંચ પ્રદીપભાઈ પટેલ, કેળવણી મંડળનાં પ્રમુખ ધનસુખભાઈ પટેલ, અગ્રણી કુલદીપસિંહ ઠાકોર, સુનિલ પટેલ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા વાલીજનો ઉપસ્થિત રહ્યાં હતાં. પ્રારંભે દીપ પ્રજ્વલન બાદ બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલે ઉપસ્થિત મહાનુભાવો સહિત સૌનું શાબ્દિક સ્વાગત કરી સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬ ની ઉજવણીનો ચિતાર રજૂ કર્યો હતો. તેમણે આપણા દેશનાં યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સેવા એટલે જ સંકલ્પ અને સંકલ્પ એટલે જ સેવાની વાત દોહરાવી સ્પર્ધક વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે કાર્યક્રમનાં અધ્યક્ષ પૂર્વ રાજ્યકક્ષાનાં મંત્રી અને ઓલપાડનાં ધારાસભ્ય એવાં મુકેશભાઈ પટેલે પોતાનાં પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યુ હતુ કે સેવા એ કોઈ એક દિવસનો કાર્યક્રમ નથી, પણ જીવન જીવવાની એક પદ્ધતિ છે. આ જ ભાવનાને આગળ વધારતું આ સેવા સંકલ્પ અભિયાન છે. આજે મેં અહીં બાળકોએ બનાવેલા ચિત્રો જોયા. દરેક ચિત્રમાં એક નવો વિચાર, નવી કલ્પના દેખાય છે. કોઈએ સ્વચ્છતા, કોઈએ પર્યાવરણ, કોઈએ વિકસિત ભારતનું ચિત્ર બનાવ્યું છે. તેવી જ રીતે વક્તૃત્વ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ જે આત્મવિશ્વાસથી પોતાનાં વિચારો રજૂ કર્યા તે ખરેખર પ્રશંસનીય છે. આ જોતાં લાગે છે કે ઓલપાડનું ભવિષ્ય ખૂબજ ઉજ્જવળ છે. અંતમાં નિર્ણાયકોએ વિભાગવાર જાહેર કરેલ ૧ થી ૩ ક્રમાંકનાં વિજેતાઓ પૈકી પ્રથમ ક્રમ હાંસલ કરનાર વિધાર્થીઓ આ મુજબ છે. ધોરણ ૬ થી ૮ ચિત્ર સ્પર્ધા: તીર્થ મેહુલભાઈ પટેલ (કુદીયાણા પ્રાથમિક શાળા), ધોરણ ૯ થી ૧૨ ચિત્ર સ્પર્ધા: વૈષ્ણવી દિનેશભાઈ કહાર (મહાદેવ શાસ્ત્રી વિદ્યાલય,ઓલપાડ) અને ધોરણ ૧૧ થી ૧૨ ચિત્ર સ્પર્ધા: નેહા અજયભાઈ વાઘ (ડી.આર.જી.ડી. વિદ્યાલય,સાયણ) જ્યારે ધોરણ ૬ થી ૮ વકતૃત્વ સ્પર્ધા: હેરી નીતિનભાઇ પટેલ (કૂદીયાણા પ્રાથમિક શાળા), ધોરણ ૯ થી ૧૨ વકતૃત્વ સ્પર્ધા: દક્ષ પ્રિયાંકભાઈ શાહ (જ્ઞાનવેલી ઇન્ટરનેશનલ સ્કૂલ) અને ધોરણ ૧૧ થી ૧૨ વકતૃત્વ સ્પર્ધા: જીગર રામજીભાઈ આશલ (કે.વી.માંગુકિયા શાળા, જોથાણ)

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *