વ્યારા ખાતે ‘કલા નિકેતન જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર’ ની મુલાકાત લેતા રાજ્યના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયા

0
વ્યારા ખાતે 'કલા નિકેતન જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર' ની મુલાકાત લેતા રાજ્યના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયા
Contact News Publisher

વિદ્યાર્થીઓને AI, રોબોટિક્સ, ઇલેક્ટ્રોનિક્સ અને બાયો-ટેકનોલોજી જેવા આધુનિક ક્ષેત્રોમાં પ્રાયોગિક શિક્ષણ મેળવવાની ઉત્તમ તક મળશે – મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયા

—

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. ૨૭. :- રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ તાપી જિલ્લાના વ્યારા ખાતે રવિવારે કલા નિકેતન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત ‘કલા નિકેતન જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર’ ની મુલાકાત લીધી હતી.

 

આદિવાસી વિસ્તારમાં ચાલતા લોક વિજ્ઞાન કેન્દ્ર (કોમ્યુનિટી સાયન્સ સેન્ટર) ની કામગીરી અને તેમાં બાળકોના ઉત્સાહપૂર્વક ભાગીદારીની સરાહના કરતા જણાવ્યું કે, બાળપણથી જ વિજ્ઞાનના વિચારો કેળવવાથી બાળકો આગળ જતાં વૈજ્ઞાનિક, શિક્ષક, ટેકનોલોજીસ્ટ કે ઉચ્ચ અધિકારી બની શકે છે.

 

રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ અને ક્લાઈમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ અંતર્ગત જિલ્લાવાર વિજ્ઞાન કેન્દ્રો સ્થપાયા છે. વર્તમાન સમયમાં માત્ર અક્ષરજ્ઞાન પૂરતું નથી, બાળકમાં હુન્નર, કૌશલ્ય અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ હોવો ખૂબ જરૂરી છે.

 

મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવવા GEDA દ્વારા આયોજિત વિશેષ પ્રદર્શન અને વિજ્ઞાનના વિવિધ મોડલ્સનું ઝીણવટપૂર્વક નીરીક્ષણ કર્યુ હતુ. તેમજ ઇનોવેશન લેબ, આઈપી લેબ, અટલ લેબને ખુલ્લો મુક્યો હતો.

 

કાર્યક્રમ દરમિયાન શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર વિદ્યાર્થીઓને પ્રશસ્તીપત્ર આપી સન્માનિત કરાયા હતા તથા Stem Quiz સ્પર્ધાના પ્રથમ બે વિજેતાઓને સ્માર્ટ ટેબ્લેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

 

આ પ્રસંગે કલા નિકેતન ચેરિટેબલ ટ્રસ્ટના હોદ્દેદારો, પૂર્વ રાજ્યકક્ષા મંત્રીશ્રી અને સુમુલ ડેરીના ચેરમેનશ્રી કાંતિભાઈ ગામીત, ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણી, સુરત જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ડિરેકટર ભૂમિલ શાહ, તાપી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રના ડાયરેક્ટર અને વિદ્યાકુંજ વિદ્યાલય વિરપુરના આચાર્યશ્રી કેતન શાહ, સંસ્થાના ચેરમેનશ્રી ફાલ્ગુનીબેન શાહ, સ્થાનિક અગ્રણીઓ, શિક્ષકો, વૈજ્ઞાનિક અભિગમ ધરાવતા ઉત્સાહી વિદ્યાર્થીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *