ફોટા-વિડિયો વાયરલ કરવાની ધમકીથી પરેશાન યુવતીને ૧૮૧ અભયમ ટીમે કાઉન્સેલિંગ અને કાયદાકીય માર્ગદર્શન આપી મામલે શાંતિપૂર્ણ સમાધાન કરાવ્યું
181

(રહિમ પઠાણ દ્વારા, સુરત) : તા. ૨૨. સુરતના પીપલોદ વિસ્તારમાં ૨૩ વર્ષીય યુવતી નોકરી કરે છે. અગાઉ નોકરીના માધ્યમથી પરિચયમાં આવેલા ૨૩ વર્ષીય યુવક સાથે યુવતીનો સંપર્ક થયો હતો. હાલ યુવતી આ સંબંધ આગળ ચાલુ રાખવા માંગતી ન હોવાથી તેણે યુવક સાથે વાતચીત અને સંબંધ રાખવાનો ઇનકાર કર્યો હતો.
યુવતીના જણાવ્યા મુજબ યુવક પાસે તેના કેટલાક ફોટા અને વીડિયો હતા. યુવતીના જણાવ્યા મુજબ સંબંધ આગળ ચાલુ ન રાખવા બાબતે યુવક દ્વારા તેના ફોટા અને વીડિયો પરિવારજનોને મોકલવા તેમજ સામાજિક માધ્યમો પર પ્રસારીત કરવાની વાત કરવામાં આવતી હતી. આ બાબતે યુવતી પરેશાન હોવાથી મદદ માટે ૧૮૧ અભયમમાં સંપર્ક કર્યો હતો.
માહિતી મળતા ૧૮૧ અભયમ ઉમરા ટીમ સ્થળ પર પહોંચી હતી અને યુવતી સાથે શાંતિપૂર્વક વાતચીત કરી સમગ્ર પરિસ્થિતિ અંગે માહિતી મેળવી હતી. ટીમ દ્વારા યુવતીની વાત ધ્યાનપૂર્વક સાંભળી તેને જરૂરી સમજાવટ, સલાહ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ પોતાની સુરક્ષા અને વ્યક્તિગત ગોપનીયતા અંગે પણ જરૂરી માહિતી આપવામાં આવી હતી.
ત્યારબાદ ૧૮૧ અભયમ ટીમ દ્વારા યુવક સાથે પણ વાતચીત કરી સમગ્ર પરિસ્થિતિ અંગે સમજાવવામાં આવ્યું હતું. યુવતીની ઇચ્છા અને સંમતિનો આદર કરવા તેમજ ભવિષ્યમાં કોઈપણ પ્રકારની પરેશાની ઊભી ન થાય તે અંગે જરૂરી સમજ આપવામાં આવી હતી.
ફોટા અને વીડિયો જેવી વ્યક્તિગત બાબતો અંગે કોઈપણ પ્રકારનું દબાણ, અયોગ્ય ઉપયોગ કે પ્રસાર ન થાય તે અંગે યુવકને સમજાવવામાં આવ્યું હતું. આવી બાબતોમાં કાયદાનું પાલન કરવું જરૂરી છે અને પરિસ્થિતિ મુજબ કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે તે અંગે સામાન્ય કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કાઉન્સેલિંગ દરમિયાન યુવક દ્વારા ભવિષ્યમાં યુવતીને કોઈપણ પ્રકારની પરેશાની નહીં થાય તેની ખાતરી આપવામાં આવી હતી. યુવતીની સંમતિ વિના તેના ફોટા અને વીડિયોનો ઉપયોગ કે પ્રસાર ન કરવા અંગે પણ સમજ આપવામાં આવી હતી.
યુવતી હાલ આગળની કાયદાકીય કાર્યવાહી કરવા માંગતી ન હોવાથી તેની ઇચ્છાને ધ્યાનમાં રાખીને ૧૮૧ અભયમ ટીમ દ્વારા બંને પક્ષને જરૂરી સમજાવટ અને કાઉન્સેલિંગ આપવામાં આવ્યું હતું. બંને પક્ષોની સંમતિથી સમગ્ર બાબતે શાંતિપૂર્ણ રીતે સમાધાન કરવામાં આવ્યું હતું.
આ સમગ્ર કામગીરી દરમિયાન ૧૮૧ અભયમ ટીમ દ્વારા યુવતીની વાત સાંભળી તેને જરૂરી સહાય, સમજાવટ, કાઉન્સેલિંગ અને કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવ્યું તથા બંને પક્ષોની સંમતિથી મામલે શાંતિપૂર્ણ રીતે સમાધાન કરવામાં આવ્યું હતું.
●●○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
_______________
