સોનગઢની ઘરફોડ ચોરીઓના વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી

સોનગઢની ઘરફોડ ચોરીઓના વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૦૮. ગઇ તા.૧૭/૦૪/૨૦૨૬ ના રોજ સોનગઢ પોલીસ મથકે ઘરફોડ ચોરીનો ગુનો દાખલ થયો હતો, જેમાં તા.૧૬/૦૪/૨૦૨૬ ના રાત્રી દરમ્યાન કોઇ અજાણ્યા ચોરે ઘરના દરવાજાને મારેલ તાળુ તોડી ઘરમાં પ્રવેશ કરી લોખંડના કબાટમાં મુકેલ સોના ચાંદીના દાગીના કિ.રૂ.૨૪,૫૦૦/- તથા રોકડા રૂપિયા ૪૦,૦૦૦/- તેમજ બાજુના ઘરની પાછળના દરવાજે ઘરમાં પ્રવેશ કરી રોકડા રૂપિયા-૨૦,૦૦૦/- તેમજ ઘાંચીકુવા ગામના રોડ પાસે આવેલ ચોકડી ઉપરની દુકાનના ગલ્લા માંથી રોકડા રૂપિયા-૧૭૦૦/- મળી સોનાની એક વીટી અને ચાંદીના ઘરેણાઓ તેમજ રોકડા રૂપિયા મળી કુલ રૂપિયા -૮૬,૨૦૦/-ના મત્તાનો મુદામાલ ચોરી કરી ચોર લઇ નાસી ગયેલ હતો.
તેમજ ગઇ તા.૨૨/૦૪/૨૦૨૬ ના રોજ સોનગઢ પોલીસ મથકે ઘરફોડ ચોરીનો ગુનો દાખલ થયેલ હતો, જેમાં તા.૧૮/૦૪/૨૦૨૬ ના રાત્રી દરમ્યાન અજાણ્યા ચોરે ઘરમાં ગુપ્ત ગૃહ અપપ્રવેશ કરી લાકડાના કબાટમાં મુકેલ એક સોનાની ચેન ૧૧ ગ્રામવાળી કિ.રૂ.૩૩,૦૦૦/- તથા ચાંદીના સાંકળા બે જોડી ૧૬૦ ગ્રામ કિ.રૂ.૬,૪૦૦/- ના મળી કુલ્લે કિ.રૂ.૩૯,૪૦૦/-તથા બીજા એક ઘરે અજાણ્યા ચોરે રાત્રી દરમ્યાન ઘરના ધાબા ઉપર ચઢી ઘરમાં ઉતરી ગુપ્ત ગૃહ અપપ્રવેશ કરી લાકડાના કબાટના દરવાજા કોઈ સાધન વડે તોડી તેમા મુકેલ લોખંડની તિજોરીનુ તાળુ તોડી કબાટમાં મુકેલ સોના ચાંદીના દાગીના તથા જરૂરી દસ્તાવેજોની ચોરી કરી લઇ નાસી ગયેલ.
જે ઉપરોકત બન્ને અનડીટેકટ ગુનાઓ શોધી કાઢવા પોલીસે સી.સી.ટી.વી. ફુટેજો જોવાની તેમજ ટેકનિકલ સર્વેલન્સ આધારે તથા ખાનગી બાતમીદારો મારફતે તપાસમા હતી, તે દરમ્યાન ટેકનીકલ સર્વેલન્સ આધારે મળેલ સંયુકત બાતમી આધારે વ્યારાના નવા બસ સ્ટેન્ડની સામેથી માર્કેટ યાર્ડ તરફ જતા રોડ પાસેથી આ ગુનાઓમાં સંડોવાયેલ આરોપી- કમલેશભાઇ બધીયાભાઇ પલાસ ઉ.વ.-૨૩ રહેવાસી ખજુરીયા ગામ ઓડ ફળીયુ તા.ગરબાડા જી.દાહોદ ને પકડી પાડી તેની પુછપરછ કરતા પોતે પોતાના પરિવાર તથા મિત્રો સાથે માહે એપ્રિલ ૨૦૨૬ માં મજુરી કામ અર્થે ડોસવાડા ખાતે પડાવ નાંખી રહેતા હતા ત્યારે કૌટુંબીકભાઈ આરોપી- રાકેશ વસના પલાસ રહેવાસી ખજુરીયા ગામ ખાટા ફળીયા તા.ગરબાડા જી.દાહોદ તથા મિત્ર આરોપી- કૈવલ મનીયા ભાભોર રહેવાસી કાટુ ગામ તા.ધાનપુર જી.દાહોદ સાથે રાત્રી દરમ્યાન વિવિધ સ્થળોએ ચોરી કરેલ હોવાનું કબુલાત કરતા આરોપી પાસેથી રોકડા રૂપિયા ૪,૫૭૦/- નો મુદ્દામાલ કબજે કરી પકડાયેલ આરોપીને તા.૦૭/૦૯/૨૦૨૬ના રોજ અટકાયત કરી આગળની વધુ કાર્યવાહી માટે વ્યારા પો.સ્ટે. ખાતે સોંપેલ છે.
પકડાયેલ આરોપી :-
(૧) કમલેશભાઇ બધીયાભાઇ પલાસ ઉ.વ.-૨૩ રહેવાસી ખજુરીયા ગામ ઓડ ફળીયુ તા.ગરબાડા જી.દાહોદ
વોન્ટેડ આરોપીઓ :-
(૧) રાકેશ વસના પલાસ રહેવાસી ખજુરીયા ગામ ખાટા ફળીયા તા.ગરબાડા જી.દાહોદ
(૨) કૈવલ મનીયા ભાભોર રહેવાસી કાટુ ગામ તા.ધાનપુર જી.દાહોદ
ડીટેક્ટ થયેલ ગુનાઓની વિગત :-
(૧) સોનગઢ પો.સ્ટે. ગુ.ર.નં. પાર્ટ A ગુ.ર.નં. ૧૧૮૨૪૦૦૪૨૬૧૦૨૧/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા સને-૨૦૨૩ની કલમ-૩૩૧(૪), ૩૦૫ મુજબ
(૨) સોનગઢ પો.સ્ટે. ગુ.૨.નં. -૧૧૮૨૪૦૦૪૨૬૧૦૫૩/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ-૩૦૫(એ), ૩૩૧(૪) મુજબ
કબજે કરેલ મુદ્દામાલઃ-
(૧) રોકડા રૂપિયા ૪,૫૭૦/-
ગુનાનો એમ.ઓ.
મજુરી કામ અર્થે પડાવમાં રહી બંધ ઘરોની રેકી કરી રાત્રી દરમ્યાન ઘરડોફ ચોરી કરવાની
કામગીરી કરનાર ટીમ :-
પો.ઇન્સ. શ્રી બી.જી. રાવલ, એલ.સી.બી., તાપી તથા પો.ઇન્સ.શ્રી જે.બી. આહિર, પેરોલ ફર્લો સ્કોડ તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી કે.આર. પટેલ, એલ.સી.બી. તાપી એ.એસ.આઇ. ધર્મેશભાઇ મગનભાઇ તથા એ.એસ.આઇ. આનંદભાઇ ચેમાભાઇ તથા એ.એસ.આઇ. જયેશભાઇ લીલકીયાભાઇ તથા હે.કો. અ.હે.કોન્સ અનિરૂધ્ધસિંહ દેવસિંહ તથા પો.કો. રોનક સ્ટીવંસન તથા પો.કો. રવિન્દ્રભાઇ મહેન્દ્રભાઇ તથા હે.કો. તેજસકુમાર તુલસીરાવએ કામગીરી કરેલ છે.
○●○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
