વસાવા પરિવાર, સમાજ તથા જામકી ગામનું ગૌરવ : પ્રતીક્ષાબેન લતિશભાઈ વસાવા પી.એચ.ડી. થયા

0
વસાવા પરિવાર, સમાજ તથા જામકી ગામનું ગૌરવ : પ્રતીક્ષાબેન લતિશભાઈ વસાવા
Contact News Publisher

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : તા. ૦૫. વસાવા પરિવાર, સમાજ તથા જામકી ગામનું ગૌરવ : પ્રતીક્ષાબેન લતિશભાઈ વસાવાએ કેમિસ્ટ્રી વિષયમાં “મિસેલાઈઝેશન ઑફ લિનિયર એન્ડ સ્ટાર બ્લોક કોપોલિમર ઇન એક્વિયસ સોલ્યુશન” ટોપિક પર પીએચડી પૂર્ણ કરી છે.

ઉચ્છલ તાલુકાના જામકી ગામની દીકરી પ્રતીક્ષાબેન લતિશભાઈ વસાવાએ કેમિસ્ટ્રી વિષયમાં પીએચડી સફળતાપૂર્વક પૂર્ણ કરી સમગ્ર વસાવા પરિવાર તથા સમાજ અને પોતાના ગામનું ગૌરવ વધાર્યું છે. પ્રતીક્ષાબેને માર્ગદર્શક ડૉ. શૈલેશ પડસાલા ના માર્ગદર્શન હેઠળ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી – VNSGU માં કેમિસ્ટ્રી ક્ષેત્રમાં સંશોધન કાર્ય પૂર્ણ કરી પીએચડી ની પદવી પ્રાપ્ત કરી છે. હાલમાં પ્રતીક્ષાબેન મહેસાણા જિલ્લાના કડી ખાતે આવેલી શ્રી કોકિલાબેન કરશનભાઈ પટેલ ગર્લ્સ સાય-સ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેમના પીએચડી સંશોધનનું શીર્ષક “મિસેલાઈઝેશન ઑફ લિનિયર એન્ડ સ્ટાર બ્લોક કોપોલિમર ઇન એક્વિયસ સોલ્યુશન” છે. આ સંશોધનનું મહત્વ ફાર્માસ્યુટિકલ ફોર્મ્યુલેશન, સોલ્યુબિલાઈઝેશન અને પોટેન્શિયલ ડ્રગ-ડિલિવરી સિસ્ટમ્સ જેવા ક્ષેત્રોમાં છે. આ ઉપરાંત, પ્રાપ્ત થયેલી ફન્ડામેન્ટલ ઇન્ફોર્મેશન ભવિષ્યના સંશોધકો માટે રેફરન્સ ડેટા તરીકે ઉપયોગી બની શકે છે. પ્રતીક્ષાબેનના આ શૈક્ષણિક સિદ્ધિ પાછળ તેમના માતા-પિતા તથા બહેનનો સતત વિશ્વાસ, સહયોગ અને ત્યાગ તેમજ તેમના સંશોધન માર્ગદર્શક ડૉ. શૈલેશ પડસાલા, આત્માનંદ સરસ્વતી સાયન્સ કોલેજ, ડિપાર્ટમેન્ટ ઑફ કેમિસ્ટ્રી અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી નું મહત્વપૂર્ણ માર્ગદર્શન અને સહયોગ રહ્યો છે. પીએચડી પૂર્ણ કરીને પ્રતીક્ષાબેને માત્ર પોતાના માતા-પિતાનું જ નહીં, પરંતુ સમગ્ર વસાવા પરિવાર તથા સમાજ અને જામકી ગામનું ગૌરવ વધાર્યું છે. તેમની આ સિદ્ધિ સમાજની દીકરીઓ અને યુવાનો માટે ઉચ્ચ શિક્ષણ તથા રિસર્ચ ક્ષેત્રે આગળ વધવા માટે પ્રેરણારૂપ બની છે.

 

“મહેનત, સંઘર્ષ અને સતત પ્રયત્નોથી સપનાઓને સાકાર કરી શકાય છે” – પ્રતીક્ષાબેન લતિશભાઈ વસાવાની આ સિદ્ધિ તેનું સુંદર ઉદાહરણ છે.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *