વ્યારા સ્થિત સિંગી પ્રાથમિક શાળા ખાતે ‘ચાઇલ્ડ હેલ્પલાઇન ૧૦૯૮’ દ્વારા જાગૃતિ કાર્યક્રમ યોજાયો

શિક્ષક દિન વિશેષ
—
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા.૫ :- તાપી જિલ્લામાં સિંગી પ્રાથમિક શાળા વ્યારા ખાતે શિક્ષક દિનના અવસરે ‘ચાઇલ્ડ હેલ્પલાઇન ૧૦૯૮’ ની ટીમ દ્વારા વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેનો મુખ્ય આશય બાળકોની સુરક્ષા, તેમના અધિકારો અને માર્ગદર્શન અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવાનો હતો.
કાર્યક્રમ દરમિયાન ચાઇલ્ડ હેલ્પલાઇન ૧૦૯૮ ની ટીમે વિદ્યાર્થીઓને બાળ સુરક્ષા, બાળ અધિકારો તેમજ અત્યંત મહત્વપૂર્ણ એવા ‘ગુડ ટચ – બેડ ટચ’ વિશે સરળ ભાષામાં વિસ્તૃત માહિતી આપી હતી. આ ઉપરાંત, વિદ્યાર્થીઓને કોઈપણ ઈમરજન્સી કે મુશ્કેલીના સમયે ૨૪ કલાક મફત મદદ મેળવવા માટે ૧૦૯૮ નંબરનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.
શિક્ષક દિન નિમિત્તે બાળકોની સુરક્ષા અને માર્ગદર્શનમાં શિક્ષકોની ભૂમિકા અંગે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓમાં નૈતિક મૂલ્યોનું સિંચન કરવું, અભ્યાસનું જીવનમાં મહત્વ સમજાવવું તથા ગુરુજનો પ્રત્યેનો આદરભાવ વધુ દૃઢ કરવો જેવા મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ જાગૃતિ કાર્યક્રમ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓબાળકોએ ભારે ઉત્સાહ સાથે ભાગ લીધો હતો.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
