ચોર્યાસી તાલુકા પંચાયત ખાતે તાલુકા કક્ષાની મિલેટ વાનગી સ્પર્ધા યોજવામાં આવી

0
ચોર્યાસી તાલુકા પંચાયત ખાતે તાલુકા કક્ષાની મિલેટ વાનગી સ્પર્ધા યોજવામાં આવી
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૦૩.  ICDS શાખા જિલ્લા પંચાયત, સુરતનાં પ્રોગ્રામ ઓફિસરનાં માર્ગદર્શન હેઠળ ચોર્યાસી તાલુકા પંચાયત ખાતે આજરોજ પોષણ ઉત્સવ અંતર્ગત ટી.એચ.આર. અને મિલેટ વાનગી સ્પર્ધા યોજવામાં આવી હતી. બાજરી, જુવાર, જવ , નાગલી, રાજગરો જેવાં જાડા ધાનમાં રહેલા અનેક પોષક તત્વો અંગે જાગૃતિ ફેલાવવા તથા પૌષ્ટિક અને સ્વાદિષ્ટ આહારને પ્રોત્સાહન આપવા અર્થે પોષણ વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં વિવિધ પ્રકારની પૌષ્ટિક વાનગીઓ રજૂ કરવામાં આવી હતી. સ્થાનિક અને સરળતાથી ઉપલબ્ધ સામગ્રીનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવેલી વિવિધ વાનગીઓ દ્વારા સંતુલિત આહાર, પોષણમૂલ્ય અને સ્વસ્થ જીવનશૈલી અંગેનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે ચોર્યાસી તાલુકા પંચાયત પ્રમુખ યશ્વીબેન પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય નર્મદાબેન, CDPO દિક્ષિતાબેન ડોડીયા, TPEO અર્ચનાબેન, મેડિકલ ઓફિસર શિલ્પાબેન સહિતનાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં. ઉપસ્થિત મહાનુભવોએ વાનગીની પોષણક્ષમતા, સ્વચ્છતા, રજૂઆત તથા વાનગીમાં ઉપયોગમાં લેવાયેલી સામગ્રીનાં આધારે મૂલ્યાંકન કર્યુ હતું. ઉપરાંત વાનગીઓમાં પોષણ મૂલ્યો, સજાવટ, સ્વાદ વગેરેનાં આધારે પ્રથમ, દ્રિતીય અને તૃતીય ક્રમ જાહેર કરવામાં આવ્યા હતાં. વિજેતા આંગણવાડી કાર્યકર બહેનોને અદાણી ફાઉન્ડેશન તરફથી ઇનામો એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other