ઓલપાડની ભટગામ પ્રાથમિક શાળામાં રક્ષાબંધન પર્વની ઉત્સાહભેર ઉજવણી 

0
ઓલપાડની ભટગામ પ્રાથમિક શાળામાં રક્ષાબંધન પર્વની ઉત્સાહભેર ઉજવણી 
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા. ૦૩. ભાઇનાં જીવનમાં બહેનની સ્નેહપૂર્ણ અને પ્રેરક શુભેચ્છાનું પ્રતિક બનેલાં રક્ષાબંધન પર્વની ઓલપાડ તાલુકાની ભટગામ પ્રાથમિક શાળામાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. શાળાનાં શિક્ષકો દિપક પટેલ, ધવલ પટેલ, કલ્પના પટેલ, નિમિષા પટેલ તથા જીનલ પટેલ દ્વારા બાળકોને રક્ષાબંધન પર્વની મહત્તા સમજાવવામાં આવી હતી. શાળામાં ભણતી બાળાઓએ ખૂબજ સ્નેહપૂર્વક સહઅભ્યાસી ભાઈઓને રાખડીઓ બાંધી હતી. બાળકો દ્વારા બહેનોને યથાશક્તિ ભેટ આપવામાં આવી હતી. શાળાનાં આચાર્યએ બાળકો સહિત શિક્ષકોને આ પવિત્ર પર્વની હાર્દિક શુભેચ્છા પાઠવી હતી. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *