સોનગઢના તુષારભાઈ માટે પીએમ સ્વનિધિ યોજના બની આશાનું કિરણ

0
સોનગઢના તુષારભાઈ માટે પીએમ સ્વનિધિ યોજના બની આશાનું કિરણ
Contact News Publisher

મારા કેફે માટે સરકાર દ્વારા કુલ રૂ. ૯૦ હજારની લોનસહાય માટે સરકારનો આભાર – તુષારભાઈ, લાભાર્થી

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા.૨૭. – આજના સમયમાં યુવાનો જ્યારે પોતાના પગભર થઈને સ્વરોજગારી તરફ આગળ વધી રહ્યા છે, ત્યારે સરકારની વિવિધ યોજનાઓ તેમના સ્વપ્નોને સાકાર કરવામાં મહત્વનો ભાગ ભજવી રહી છે. સોનગઢના રહેવાસી યુવાન તુષારભાઈ માટે પણ ‘પીએમ સ્વનિધિ યોજના’ મહત્વની સાબિત થઈ છે.

 

તુષારભાઈ પોતાના વિસ્તારમાં એક કાફેશરૂ કરીને પોતાનો સ્વતંત્ર વ્યવસાય ઊભો કરવા માંગતા હતા. આ માટે તેઓ જરૂરી આર્થિક સહાય અને મૂડી મેળવવા માટે પ્રયાસો કરી રહ્યાં હતા. પરંતુ યોગ્ય આર્થિક ટેકો ન મળવાના કારણે શરૂઆતમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

 

સરકાર તરફથી મળેલી સમયસરની આર્થિક મદદ બદલ આનંદ અને સંતોષ વ્યક્ત કરતા તુષારભાઈ જણાવ્યું કે, મને મારો કેફે શરૂ કરવો હતો અને આ યોજના દ્વારા મળેલી રૂ. ૯૦ હજારની લોન સહાય મારા વ્યવસાય માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ છે. પીએમ સ્વનિધિ યોજના થકી મળેલા ટેકા બદલ હું સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.

 

આ દરમિયાન તુષારભાઈને પીએમ સ્વનિધિ યોજનાની જાણકારી મળતાં તેમણે સંબંધિત વિભાગ અને અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવી હતી. આ યોજના હેઠળ તેમને વ્યવસાય માટે તબક્કાવાર સહાય મળી, જેમાં પ્રથમ તબક્કામાં રૂ. ૧૫ હજાર, બીજા તબક્કામાં રૂ. ૨૫ હજાર અને ત્રીજા તબક્કામાં રૂ. ૫૦ હજારની લોન સહાય પ્રાપ્ત થઈ હતી.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *